/connect-gujarat/media/media_files/2025/09/16/vantara-2025-09-16-13-59-08.jpg)
ગુજરાતના જામનગર સ્થિત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં બનેલ ખાનગી અભ્યારણ વનતારામાં હાથીઓને ટ્રાન્સફર કરવા સામે કરાયેલ પીઆઈએલ પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો સમગ્ર પ્રક્રિયા અને નિયમોનું પાલન કરવામાં આવ્યું હોય તો તેમાં કોઈ ભૂલ નથી.
સુપ્રીમ કોર્ટે એસઆઈટીના અહેવાલનો સ્વીકાર કર્યો જેમાં જણાવાયું છે કે, વનતારાએ બધા નિયમોનું પાલન કર્યું છે.
સુપ્રીમ કોર્ટે, સોમવારે કહ્યું કે જો નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હોય તો રિલાયન્સ ફાઉન્ડેશનના વનતારામાં હાથીઓને મોકલવા બાબતે કોઈ ભૂલ નથી. સુપ્રીમ કોર્ટ ગુજરાતના આ વન્યજીવન સુવિધામાં હાથીઓને ટ્રાન્સફર કરવા સામે પડકારતી પીઆઈએલ પર સુનાવણી કરી રહી હતી.
સુપ્રીમ કોર્ટની બેન્ચે નોંધ્યું કે આ મામલાની તપાસ માટે રચાયેલી સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન સમિતિએ પોતાનો અહેવાલ રજૂ કર્યો છે અને નિયમનકારી પાલન પર સંતોષ વ્યક્ત કર્યો છે. કોર્ટે કહ્યું, ‘જો વનતારા હાથીઓને વન વિભાગ પાસેથી પોતાના રક્ષણ હેઠળ લઈ જાય છે અને સમગ્ર પ્રક્રિયાનું પાલન કરવામાં આવે છે, તો તેમાં કશુ ખોટું નથી કર્યું. અમારા દ્વારા રચાયેલી SIT એ અહેવાલ આપ્યો છે કે, તમામ સંબંધિત અધિકારીઓ પાલન અને નિયમોથી સંતુષ્ટ છે.’