આસારામ બાપુને સુપ્રીમ કોર્ટનો આંચકો, સજા માફીની અરજી ફગાવી..

યૌન બળાત્કારના કેસમાં સજા કાપી રહેલા આસારામ બાપુને આજે સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે.

New Update
આસારામ બાપુને સુપ્રીમ કોર્ટનો આંચકો, સજા માફીની અરજી ફગાવી..

યૌન બળાત્કારના કેસમાં સજા કાપી રહેલા આસારામ બાપુને આજે સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. સર્વોચ્ચ અદાલતે આસારામ બાપુની તબિયતના આધારે બળાત્કાર કેસમાં સજાને સ્થગિત કરવાની અરજી પર વિચાર કરવાનો ઇનકાર કરી દીધો છે.

સુપ્રીમ કોર્ટે આસારામને પોલીસ કસ્ટડીમાં મહારાષ્ટ્રની હોસ્પિટલમાં સારવાર માટે રાજસ્થાન હાઈકોર્ટનો સંપર્ક કરવાની સલાહ આપી છે. મહારાષ્ટ્રમાં પોલીસ કસ્ટડીમાં આસારામે આયુર્વેદિક સારવારની પણ માગણી કરી હતી, જેના પર કોર્ટે તેમને રાજસ્થાન હાઈકોર્ટમાં જવા કહ્યું હતું. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે આસારામને સુપ્રીમ કોર્ટમાંથી રાહત ન મળી હોય, આ પહેલા પણ તેમને સુપ્રીમ કોર્ટમાંથી આંચકો લાગ્યો છે.

Latest Stories