મધ્યપ્રદેશના બાંધવગઢ નેશનલ પાર્કમાં 48 કલાકમાં 8 હાથીઓના શંકાસ્પદ મોતથી ખળભળાટ મચી ગયો છે. મંગળવારે ચાર હાથીઓના શંકાસ્પદ મોત બાદ બુધવારે પણ ચાર હાથીઓના મોત થયા હતા.
મધ્યપ્રદેશના બાંધવગઢ ટાઈગર રિઝર્વના પટ્ટોર રેન્જના ખતૌલી અને સાલખાણીયા વિસ્તારમાં 13 હાથીઓ ફરતા હતા, પરંતુ મંગળવારે તેમાંથી ચારના શંકાસ્પદ મોત થયા હતા,જ્યારે પાંચની તબિયત ગંભીર જણાવાઈ હતી, જેમાંથી બુધવારે પણ ચાર હાથીઓના મોત થયા હતા.
આ તમામ હાથીઓ 200 મીટરના વિસ્તારમાં બેભાન દેખાયા હતા, ત્યારબાદ જબલપુર, ઉમરિયા અને કટ્ટી સહિત બાંધવગઢ ટાઈગર રિઝર્વના બેટરી ડોક્ટરને બોલાવવામાં આવ્યા હતા.તેમ છતાં ચાર હાથીઓના જીવ બચાવી શકાયા ન હતા.
8 ડોક્ટરોની ટીમ દ્વારા મૃત હાથીઓનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.પોસ્ટમોર્ટમ અને પ્રાથમિક તપાસમાં ઝેરી ખુરાકની અથવા કોઈ ફળો સાથે ઝેર આપવાથી મૃત્યુ થયું હોવાની પણ ડોક્ટરોએ શંકા વ્યક્ત કરી હતી.આ ઝેર જાણી જોઈને આપવામાં આવ્યું હતું કે પછી પાકમાં જંતુનાશક દવાના કારણે આ હાથીઓના મોત થયા છે તે મુદ્દે પણ તપાસનો વિષય કેન્દ્રિત થયો છે.