અમૂલને દુનિયાભરમાંપ્રસિદ્ધિ અપાવનાર 'અમૂલ ગર્લ'ના સર્જકસિલ્વેસ્ટર દાકુન્હાનું થયું નિધન

અમૂલને દુનિયાભરમાં પ્રસિદ્ધિ અપાવનાર 'અમૂલ ગર્લ'ના સર્જક સિલ્વેસ્ટર દાકુન્હાનું થયું નિધન

અમૂલને દુનિયાભરમાંપ્રસિદ્ધિ અપાવનાર 'અમૂલ ગર્લ'ના સર્જકસિલ્વેસ્ટર દાકુન્હાનું થયું નિધન
New Update

1960ના દાયકામાં શરૂ થયેલી પ્રતિષ્ઠિત 'અમૂલ ગર્લ' અભિયાનના નિર્માતા, જાહેરાત ઉદ્યોગના દિગ્ગજ સિલ્વેસ્ટર દાકુન્હાનું નિધન થઈ ગયું છે. ડેરી પ્રોડક્ટ્સની ચર્ચિત કંપની અમૂલના 'અટરલી બટરલી' ગર્લ કેમ્પેઈન બનાવનારા સિલ્વેસ્ટરે 80 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) ના એમડી જયેન મહેતાએ આ મામલે ટ્વિટ કરીને તેમના નિધન થયાની માહિતી આપી હતી. GCMMFના એમડી જયેન મહેતાએ કહ્યું કે મુંબઈમાં દાકુન્હા કમ્યુનિકેશન્સના અધ્યક્ષ સિલ્વેસ્ટરના નિધનથી ખૂબ દુઃખી છું.

સિલ્વેસ્ટર દાકુન્હાએ 1966માં GCMMFની માલિકીવાળી બ્રાન્ડ અમૂલ માટે 'અટરલી બટરલી' અભિયાનની કલ્પના કરી જેણે અમૂલ ગર્લને દુનિયા સામે રજૂ કરી અને તે આજે પણ જારી છે. સિલ્વેસ્ટર દાકુન્હાના દીકરા રાહુલ દાકુન્હા હવે તેમના પિતા દ્વારા શરૂ કરાયેલી એડ કંપનીને સંભાળી રહ્યા છે.

વરિષ્ઠ કોંગ્રેસ નેતા જયરામ રમેશે સિલ્વેસ્ટર દાકુન્હાને શ્રદ્ધાંજલિ આપી અને તેમની પ્રતિભાને સ્વીકારી હતી. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓબ્રાયને પણ સિલ્વેસ્ટરના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને તેમને એડવર્લ્ડના દિગ્ગજ ગણાવ્યા હતા.

#worldwide #Famous #WORLD NEWS #Sylvester Dacunha #creator #Amul Girl #Amul
Here are a few more articles:
Read the Next Article