Connect Gujarat
દેશ

દિવાળી પર ફટાકડા ફોડતી વખતે આંખમાં ફટાકડાની ચિંગારી જાય તો શું કરવું જોઈએ અને શું ના કરવું? ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી.....

ફટકકડા માંથી નીકળતો ધુમાડો હેલ્થ માટે ખૂબ જ હાનિકારક માનવામાં આવે છે. તેમાંથી નીકળતા તણખાઓથી આંખોનું રક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે.

દિવાળી પર ફટાકડા ફોડતી વખતે આંખમાં ફટાકડાની ચિંગારી જાય તો શું કરવું જોઈએ અને શું ના કરવું? ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી.....
X

દિવાળી આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે. આ વખતે દિવાળીનો તહેવાર રવિવારે એટલે કે કાલે 12 નવેમ્બરે મનાવવામાં આવશે. આ દિવસે માતા લક્ષ્મી અને ગણેશજીની પૂજા કરવાની હોય છે. સાથે જ દીવા પણ પ્રગટાવવાના હોય છે અને ફટાકડા પણ ફોડવામાં આવે છે. આના વગરનો લોકોને દિવાળી અધૂરી લાગે છે. પરંતુ આવા સમયે થોડી પણ બેદરકારી દાખવવામાં આવે તો ખુબ જ નુકશાન થઈ શકે છે. અને આખા તહેવારની મજા બગડી જાય છે તો ચાલો આપણે જાણીએ કે ફટાકડા ફોડતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

· હેલ્થ માટે હાનિકારક છે આ ધુમાડો

ફટકકડા માંથી નીકળતો ધુમાડો હેલ્થ માટે ખૂબ જ હાનિકારક માનવામાં આવે છે. તેમાંથી નીકળતા તણખાઓથી આંખોનું રક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. સાવચેતી રાખવા છતાં જો ફટાકડા ફોડતી વખતે આકસ્મિત રીતે આંખમાં સ્પાર્ક પડી જાય તો થોડીક થોડીક વાતોનુ ખાસ ધ્યાન રાખો.

· જાણો જો આવું થાય તો શું કરવું અને શું ના કરવું જોઈએ.

ફટાકડા ફોડતી વખતે આંખોમાં કોઈ સમસ્યા થઈ જાય તો ઘરે કોઈ પણ પ્રકારની સારવાર કરવાનું ટાળો અને ડોક્ટરની સલાહ લીધા વગર આંખમાં કોઈ પણ પ્રકારના ડ્રોપ કે ટ્યુબ લગાવવાનું ટાળો. ભૂલથી પણ કોઈ પણ પ્રકારના ઘરેલુ ઉપચાર કરશો નહીં. સૌ પ્રથમ આંખને ચોખ્ખા પાણીથી ધોઈ નાખો પછી તરત જ ડોકટરનો સંપર્ક કરો. આંખને ખસવાની ભૂલ તો સાવ ના કરતાં. કારણકે આવું કરવું ઘાતક બની શકે છે. જો તમે દિવાળી પર ફટાકડા ફોડતા હોવ તો તમારા અને બાળકોના હાથ સરખા સાબુથી સાફ કરવા જોઈએ.

· ફટાકડા ફોડતી વખતે આ સાવચેતી રાખો.

ફટાકડા જો સલામતી સાથે ફોડવામાં આવે તો આ તહેવાર નો આનંદ બમણો થઈ જાય છે. ફટાકડા ફોડતી વખતે આંખ પર ચશ્મા અવશ્ય પહેરો. જેથી ફટાકડા માંથી નીકળતા ધુમાડા આંખમાં ના લાગે. આ સિવાય હાથમાં ફટાકડા ફોડવાની ભૂલ ના કરવી જોઈએ.

Next Story