Connect Gujarat
દેશ

તેલુગુ દેશમ પાર્ટીના વડા અને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુની ધરપકડ કરાઇ

તેલુગુ દેશમ પાર્ટીના વડા અને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુની ધરપકડ કરાઇ
X

તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના વડા અને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુની ધરપકડ કરવામાં આવી છે. ટીડીપીએ આ અંગે માહિતી આપી છે. ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) એ શનિવારે (9 સપ્ટેમ્બર) સવારે ભ્રષ્ટાચારના કેસમાં નાયડુ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. 2021માં નાયડુ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.

નાયડુની સવારે 3 વાગ્યે નંદ્યાલથી ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તેઓ શહેરના આરકે ફંક્શન હોલમાં સ્થિત તેમના કેમ્પમાં આરામ કરી રહ્યા હતા. નંદ્યાલ રેન્જના ડીઆઈજી રઘુરામી રેડ્ડી અને સીઆઈડીની આગેવાની હેઠળ ભારે પોલીસ દળ તેની ધરપકડ કરવા પહોંચ્યા હતા.

ચંદ્રબાબુ નાયડુના પુત્ર અને ટીડીપી નેતા નારા લોકેશને પૂર્વ ગોદાવરી જિલ્લામાં પોલીસે અટકાયતમાં લીધો છે. ટીડીપીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લોકેશનો વીડિયો પણ જાહેર કર્યો છે અને કહ્યું છે કે પોલીસે કહ્યું છે કે તે (લોકેશ) ચંદ્રાબાબુ નાયડુને મળી શકશે નહીં.

Next Story