હિમાચલના ચંબામાં ભયંકર અકસ્માત, બોલેરો ખીણમાં ખાબકતાં 6 જવાન સહિત 7ના મોત

New Update
હિમાચલના ચંબામાં ભયંકર અકસ્માત, બોલેરો ખીણમાં ખાબકતાં 6 જવાન સહિત 7ના મોત

હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લાના ટીસામાં આજે સવારે 9.30 વાગ્યે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. ટીસાથી બૈરાગઢ રોડ પર જતી બોલેરો ખીણમાં ખાબકતા બોલેરોમાં સવાર 6 પોલીસ જવાન સહિત 7 લોકોના મોત થયા છે. બોલેરો સ્લિપ થતાં 300 મીટર ઊંડી ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં 6 પોલીસ કર્મચારીઓ સહિત 7ના મોત થયા છે, જ્યારે 5 લોકો ઘાયલ થયા છે.

ઘાયલોને ટીસા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મળતી માહિતી મુજબ બોલેરોમાં 9 પોલીસ કર્મચારી અને 2 સ્થાનિક લોકો સવાર હતા. મળતી માહિતી મુજબ 2-IRBn બટાલિયનના પોલીસ કર્મચારીઓ બોલેરોમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન બોલેરો સ્લિપ થઇ જતાં ખીણમાં ગબડી પડતાં આ ભંયકર દુર્ઘટના સર્જાઇ હતી.આ અકસ્માત તરવાઇ પુલ પાસે સર્જાયો હતો. બોલેરો નીચે ખાબકતા કેટલાક લોકો બહાર ફેંકાઇ ગયા હતા જેના કારણે પણ લોકોને ગંભીર ઇજા પહોંચી છે.

Latest Stories