Connect Gujarat
દેશ

પ્રાથમિક શિક્ષકોની ભરતી માટે આજે રાજ્યમાં Tet-2ની પરીક્ષા, 2 લાખ વધુ ઉમેદવાર આપશે પરીક્ષા

પ્રાથમિક શિક્ષકોની ભરતી માટે આજે રાજ્યમાં Tet-2ની પરીક્ષા, 2 લાખ વધુ ઉમેદવાર આપશે પરીક્ષા
X

પ્રાથમિક શિક્ષકોની ભરતી માટે આજે રાજ્યમાં Tet-2ની પરીક્ષા લેવાઇ રહી છે. આ પરીક્ષામાં કુલ 2 લાખ 76,00 ઉમેદવાર પરીક્ષા આપશે.

ટેટ-2ની પરીક્ષા માટે અમદાવાદ શહેરમાં 35089, અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 38538 પરીક્ષાર્થી પરીક્ષા આપી રહ્યાં છે. નોંધનિય છે કે, અમદાવાદ અને વડોદરાના પરીક્ષા કેન્દ્રોમાં ફેરફાર કરવામાં આવ્યાં છે. અમદાવાદના 5 અને વડોદરાના 2 પરીક્ષા કેન્દ્રમા ફેરફાર કરવામાં આવ્યા છે પરીક્ષાર્થીને નવા પરીક્ષા કેન્દ્રો ધ્યાને લેવા સુચના આપી દેવાઇ છે. રાજ્ય પરીક્ષા બોર્ડે પરીક્ષા કેન્દ્રમાં ફેરફાર મુદ્દે સૂચના આપી હતી.

નોંધનિય છે કે, આ પરીક્ષા સરકારી શાળામાં શિક્ષકની ભરતી માટે લેવાઇ છે જો કે પરીક્ષા અને તેના પરિણામ બાદ પણ વર્ષો સુધી શિક્ષકની ભરતી ન કરાતા પરીક્ષાનો કોઇ અર્થ શરતો નથી આવી સ્થિતિમાં પરીક્ષાર્થીએ પરિણામ બાદ તરત જ સરકાર શિક્ષકોની ભરતી માટે તજવીજ હાથ ધરે તેવી આશા પરીક્ષાર્થીઓ સેવી રહ્યાં છે.

Next Story