મુંબઈ હાઈકોર્ટે પોતાની માતાની હત્યા કરી તેના અંગ ખાવા મામલે નરભક્ષી પુત્રની મોતની સજા યથાવત રાખી હતી.આરોપી પુત્રએ માતા પાસે દારૂ પીવા માટે પૈસા માંગ્યા હતા,જે માતાએ આપ્યા નહતા,તેથી માતાની હત્યા કરીને શરીરના ટુકડા કર્યા હતા,અને અંગોને રાંધીને ખાધા હતા.
આરોપી સુનીલ કુચકોરવીને કોલ્હાપુરની જિલ્લા કોર્ટે 2017માં માતાની ક્રૂર હત્યા કરી તેના અંગોને રાંધીને ખાવા મામલે દોષિત ઠેરવતાં મોતની સજા ફટકારી હતી.જે કોર્ટના હુકમને પડકારતા મુંબઈ હાઇકોર્ટમાં આરોપીએ અપીલ કરી હતી.મુંબઈ હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે, આ કેસ અત્યંત દુર્લભ છે. જેમાં દોષિતમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી. તેથી તેને મોતથી ઓછી સજા મળી શકે નહીં.
જાણવા મળ્યા મુજબ સાત વર્ષ પહેલા સુનીલે તેની 63 વર્ષીય મા યલ્લામા રામ કુચકોરવીની ક્રૂર હત્યા કરી તેની લાશના ટુકડે-ટુકડા કરી રાંધીને ખાધા હતા. આરોપી જ્યારે તેની માતાનાં હૃદયને રાંધવા જઈ રહ્યો હતો ત્યારે પોલીસે તેની ધરપકડ કરી હતી.