/connect-gujarat/media/media_files/2025/01/17/MVL3mUkjUj8yETYw8EE2.jpg)
સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે. આ સત્ર બે તબક્કામાં ચાલશે. પ્રથમ દિવસે રાષ્ટ્રપતિનું સંબોધન થશે અને 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશનું આઠમું બજેટ રજૂ કરશે. દર વખતની જેમ આ વખતે પણ નાણામંત્રી 1લી ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરશે.
બજેટ સત્રના તબક્કા:
પ્રથમ તબક્કો: 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી
બીજો તબક્કો: 10 માર્ચથી 4 એપ્રિલ
આમ, સંસદનું બજેટ સત્ર બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કો 14 દિવસનો અને બીજો તબક્કો 26 દિવસનો રહેશે. આ સત્ર દરમિયાન સરકાર વિવિધ વિધેયકો અને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે. સમગ્ર દેશની નજર આ બજેટ સત્ર પર રહેશે.