Connect Gujarat
દેશ

કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણીને લઈ ચોથી યાદી કરવામાં આવી જાહેર

કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણીને લઈ ચોથી યાદી કરવામાં આવી જાહેર
X

શનિવારે મોડી રાત્રે કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ચોથી યાદી જાહેર કરી છે. તેમાં 12 રાજ્યોના 45 ઉમેદવારોમા નામ છે. મધ્યપ્રદેશથી 12, ઉત્તરપ્રદેશમાં 9, મહારાષ્ટ્રથી 4, તમિલનાડુથી 7, રાજસ્થાનથી 3, મણિપુર, જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડથી 2-2, છત્તીસગઢ, પચ્છિમ બંગાળ, મિઝોરમ, આંદામાન નિકોબાર અને આસામથી એક-એક ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.

પાર્ટીએ અત્યાર સુધી 183 સીટો પર ઉમેદવારો જાહેર કર્યા છે. દિગ્વિજય સિંહને મધ્યપ્રદેશના રાજગઢથી ટિકિટ આપવામાં આવી છે. વારાણસીથી પીએમ મોદી સામે અજય રાયને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. દાનીશ અલીને ઉત્તર પ્રદેશના અમરોહાથી ટિકિટ અપાઈ છે. દાનીશ અલી તાજેતરમાં જ BSPમાંથી રાજીનામું આપીને કોંગ્રેસમાં આવ્યા છે.

Next Story