જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા કવાયત શરૂ, સંસદના શિયાળુ સત્રમાં લાવવામાં આવશે પ્રસ્તાવ !

જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે કેન્દ્ર સરકારમાં ટોચના સ્તરે સમજૂતી થઈ છે. નવેમ્બરના અંતિમ અઠવાડિયામાં શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્ર

New Update
sansad
Advertisment

જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે કેન્દ્ર સરકારમાં ટોચના સ્તરે સમજૂતી થઈ છે. નવેમ્બરના અંતિમ અઠવાડિયામાં શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્રમાં આને લગતો પ્રસ્તાવ લાવવામાં આવશે. હકીકતમાં, કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના પ્રથમ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા.

Advertisment

આ પછી સરકાર તરફથી આ દિશામાં પહેલ શરૂ થઈ ગઇ છે.સરકારે સંસદમાં રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની ખાતરી આપી હતી. કેન્દ્રશાસિત પ્રદેશમાં તાજેતરની ચૂંટણીઓ પછી રચાયેલી પ્રથમ સરકારની કૅબિનેટે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો અને તેને લેફ્ટનન્ટ ગવર્નર (એલજી)ને મોકલ્યો હતો. એલજીએ આ પ્રસ્તાવને મંજૂરી આપી છે અને તેને ગૃહ મંત્રાલયને મોકલી દીધો છે. આ સીધો સંકેત છે કે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવામાં કોઈ વિલંબ થશે નહીં.

Latest Stories