ભારતના સુંદર ટાપુ સમૂહ લક્ષદ્વીપના રહેવાસીઓ માટે સારા સમાચાર છે!. એચડીએફસી બેંકે તાજેતરમાં કાવરત્તી ટાપુ પર તેની શાખા ખોલી છે. જે કેન્દ્રશાસિત પ્રદેશમાં શાખા ખોલનારી ખાનગી ક્ષેત્રની એકમાત્ર બેંક બની છે.
આ નવી શાખા શરૂ થવાથી લક્ષદ્વીપમાં બેંકિંગ સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થશે. HDFC બેંક વ્યક્તિગત બેંકિંગ અને ડિજિટલ બેંકિંગ સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. જેમાં રિટેલર્સ માટે QR-આધારિત વ્યવહારો જેવા કસ્ટમાઇઝ્ડ ડિજિટલ સોલ્યુશન્સનો સમાવેશ થાય છે.ગ્રુપ હેડ રિટેલ બ્રાન્ચ બેંકિંગ એસ. સંપતકુમારે જણાવ્યું હતું કે, આ પગલું લક્ષદ્વીપના લોકો, પરિવારો અને વ્યવસાયોની નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા અને ટાપુના સર્વાંગી વિકાસમાં યોગદાન આપવાની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે."