/connect-gujarat/media/post_banners/6532497154b57439458d6901e23ee115d21f555fb91c413383ebfd19ac3e3798.webp)
નવી દિલ્હીમાં શનિવારે સતત બીજા દિવસે દિલ્હી-NCRમાં હીટવેવ (Heatwave)ની સ્થિતિ યથાવત છે. રાજધાનીના સફદરજંગમાં સૌથી વધુ તાપમાન (Weather) નોંધાયું હતું. અહીં મહત્તમ તાપમાન (Weather) 43.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દરમિયાન, ભારતીય હવામાન વિભાગ (IMD) એ સમગ્ર વિસ્તારમાં 'રેડ એલર્ટ' જાહેર કર્યુંછે.
રવિવાર (19 મે) માટે પણ રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સિવાય સોમવારથી બુધવાર સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન, શહેરના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન (Weather) 44 થી 47 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે. હવામાન વિભાગે લોકોને માત્ર ઘરની અંદર જ રહેવાની સલાહ આપી છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે સમગ્ર ઉત્તર ભારતમાં હીટવેવ (Heatwave) (Heatwave)ની સ્થિતિ યથાવત છે. રાજસ્થાનના બાડમેરમાં મહત્તમ તાપમાન (Weather) 46.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી આકરી ગરમી (Heat) પડી રહી છે અને આ સમયગાળો આગામી એક સપ્તાહ સુધી ચાલુ રહેશે.
બાડમેર ઉપરાંત ફલોદીમાં 46.4 ડિગ્રી સેલ્સિયસ, પિલાની (ઝુનઝુનુ)માં 46.3 ડિગ્રી સેલ્સિયસ, જાલોર, જેસલમેર, કરૌલીમાં 46.2 ડિગ્રી સેલ્સિયસ અને કોટા, ચુરુ અને બિકનેરમાં 45.5 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન (Weather) નોંધાયું હતું
IMDએ કહ્યું, 'દિલ્હી-NCRમાં ગરમી (Heat)ના મોજાની અસર સતત જોવા મળી રહી છે. રાજસ્થાનમાંથી સુકા પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે. સ્વચ્છ આકાશને કારણે ગરમી (Heat) ઝડપથી વધી રહી છે. બુધવાર સુધી વાતાવરણ આવુ જ રહેશે. હાલમાં તાત્કાલિક રાહતની કોઈ આશા નથી.