હવામાન વિભાગે દેશના 22 રાજ્યોમાં આજે ઓરેંજ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તર ભારતમાં સતત મુશળધાર વરસાદને કારણે, શનિવારે ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ઘણી જગ્યાએ ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાહનોની અવરજવર અટકી પડી હતી. મોટી સંખ્યામાં લોકો અટવાયા હતા. ઉત્તરાખંડ ઉપરાંત હિમાચલમાં પણ ભૂસ્ખલન અને પૂરના કારણે 135 રસ્તાઓ બંધ થઈ ગયા છે. દરમિયાન, રવિવારે હવામાન વિભાગે ઉત્તર-પૂર્વના સાત રાજ્યો સહિત દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદને (rain) લઈને ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે.
જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે તેમાં તેમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ જેવા સ્થળોનો સમાવેશ થાય છે.આ ઉપરાંત, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, મધ્ય પ્રદેશ, મુંબઈ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, બિહાર, તમિલનાડુ, કેરળ અને આસામ સહિત તમામ સાત પૂર્વોત્તર રાજ્યો પણ તેના કાર્યક્ષેત્રમાં છે. આ રાજ્યોની સાથે, IMD એ પણ 16 ઓગસ્ટ સુધી ઓછામાં ઓછા 22 રાજ્યોમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે.