/connect-gujarat/media/post_banners/6e61b97e3e8b154661d786436b994d44fff3e106ea6084c9e10314329bc17d25.webp)
હવામાન વિભાગે (IMD Forecast) 20 મેના રોજ પંજાબ, પશ્ચિમ રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીના કેટલાક સ્થળોએ તીવ્ર ગરમીનું મોજું આવવાની આગાહી કરી છે. પંજાબ અને હરિયાણાના મોટાભાગના વિસ્તારોમાં ગરમ હવામાન યથાવત છે.
વધુમાં જણાવ્યું હતું કે 20 મેના રોજ પૂર્વ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઝારખંડ અને ઓડિશાના કેટલાક સ્થળોએ ગરમીની લહેર આવવાની સંભાવના છે.
હવામાન વિભાગે (IMD Forecast) કહ્યું કે તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં 17 થી 20 મે દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ (Rain) (115.5-204.5 મીમી) થઈ શકે છે.
ખરાબ હવામાનની સંભાવનાને ધ્યાનમાં રાખીને, IMDએ દરિયાકાંઠાની નજીકના વિસ્તારોમાં માછીમારોને 18 થી 20 મે સુધી દરિયામાં ન જવાની સલાહ આપી છે.