New Update
/connect-gujarat/media/post_banners/8fa41429c6d4b5eecc3a4748491fc95ab7d06fe94ba694191f14553156003ec4.webp)
મોદી સરકારે આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લીધો છે. કેબિનેટે શેરડીની ખરીદી કિંમતમાં 8 ટકા વધારાને તથા સ્પેસમાં પણ એફડીઆઈને મંજૂરી આપી છે. ક્વિન્ટલ દીઠ શેરડીની ખરીદી કિંમત 315 રુપિયા વધારીને 340 રુપિયા કરવામાં આવી છે. આ રીતે શેરડીની ખરીદી કિંમતમાં ક્વિલન્ટલ દીઠ 25 રુપિયાનો વધારો થયો છે. આનાથી શેરડી પકવતાં કરોડો ખેડૂતોને લાભ થશે.
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં હાલમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. પંજાબ, હરિયાણા અને યુપીના ખેડૂતો MSP ગેરન્ટી કાયદાની માગ કરી રહ્યાં છે. સરકાર અને ખેડૂતો વચ્ચે ચાર રાઉન્ડની મંત્રણા થઈ ચૂકી છે પરંતુ કોઈ નક્કર સમાધન આવ્યું નથી.