Connect Gujarat
દેશ

રેલ્વેમાં દૂર્ઘટનાનો સિલસિલો યથાવત, નવી દિલ્હીમાં એક્સપ્રેસ ટ્રેનમાં લાગી ભીષણ આગ

રેલ્વેમાં દૂર્ઘટનાનો સિલસિલો યથાવત, નવી દિલ્હીમાં એક્સપ્રેસ ટ્રેનમાં લાગી ભીષણ આગ
X

ભારતીય રેલ્વેમાં દૂર્ઘટનાઓનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. નવી દિલ્હીમાં 02570 નંબરની એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટના ઈટાવાથી સરાય ભૂપત રેલવે સ્ટેશન પાસે થઈ હોવાની વિગતો સામે આવી છે. પાપ્ત જાણકારી મુજબ આ એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ લાગી હતી. જેમાં ડબ્બો પૂર બળીને ખાખ થઈ ગયો હતો. અત્રે જણાવીએ કે, આ ટ્રેનમાં ક્ષમતાથી વધુ લોકો સવાર હતા. જે દરમિયાન ટ્રેનમાં આગ લાગી ત્યારે લોકોએ કૂદીને તેમનું જીવ બચાવ્યો હતો.

આ ટ્રેન દૂર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ઘટનાસ્થળની તસવીરો અને વીડિયો સામે આવ્યા છે, જે જોઈ દૂર્ઘટાની ભયાનક્તા વિચારી શકાય છે. આ દૂર્ઘટના ખૂબ જ ખતરનાક અને જીવલેવા હતી. સીપીઆરઓ અનુસાર સ્ટેશન માસ્ટરે સ્લીપર કોચમાં ધુમાડો જોયો હતો જ્યારે ટ્રેન ઈટાવા પહેલા સરાઈ ભૂપત સ્ટેશનથી પસાર થઈ રહી હતી. સ્ટેશન માસ્ટરે વોકી ટોકી દ્વારા ટ્રેનના ડ્રાઈવર અને ગાર્ડને જાણ કરી અને ટ્રેન રોકાવી અને પાવર બંધ કરી દીધો હતો ત્યારબાદ મુસાફરોને સ્લીપર કોચમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડની મદદથી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે તેમજ કોઈ જાન હાનીની માહિતી સામે આવી નથી.

Next Story