સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરનાર લોરેન્સ ગેંગનો શૂટર હરિયાણાના પાણીપતથી ઝડપાયો

લોરેન્સ ગેંગનો શૂટર સુખા હરિયાણાના પાણીપતમાંથી ઝડપાયો છે. તેને પકડવા માટે નવી મુંબઈની પનવેલ સિટી પોલીસ અને પાણીપત પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.

New Update
lorence

લોરેન્સ ગેંગનો શૂટર સુખા હરિયાણાના પાણીપતમાંથી ઝડપાયો છે. તેને પકડવા માટે નવી મુંબઈની પનવેલ સિટી પોલીસ અને પાણીપત પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. તે હોટલમાં છુપાયો હતો. તેણે પોતાની ઓળખ છુપાવવા માટે દાઢીની સાથે વાળ પણ વધાર્યા હતા.પોલીસની પ્રારંભિક પૂછપરછ દરમિયાન શૂટરે જણાવ્યું કે તે લાંબા સમયથી લોરેન્સ ગેંગ સાથે સંકળાયેલો હતો.

Advertisment

તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ નેટવર્ક ઘણા ગામોમાં ફેલાયેલું છે, જેમાં ઘણા છોકરાઓ સામેલ છે.પોલીસના જણાવ્યા અનુસાર બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારાઓને સુખાએ હથિયારો પૂરા પાડ્યા હતા.લગભગ 6 મહિના પહેલા બાંદ્રામાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની સામે ફાયરિંગ કરવામાં આવ્યું હતું.પોલીસ હોટલના રૂમમાં પહોંચી તો શૂટર સંપૂર્ણપણે નશામાં હતો. પ્રથમ નજરમાં, શૂટર પોલીસ રેકોર્ડમાં ફોટા સાથે મેળ ખાતો ન હતો, પરંતુ દસ્તાવેજોની તપાસ કર્યા પછી, તેની ઓળખ થઈ. પોતાની ઓળખ છુપાવવા માટે બદમાશએ દાઢી અને વાળ વધાર્યા હતા.

Advertisment