Connect Gujarat
દેશ

વૃંદાવન માં બની રહ્યું છે દુનિયાનું સૌથી ઊંચું મંદિર, નામ રખાયું ચંદ્રોદય મંદિર.....

આમ તો ભગવાન રામની નગરી અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, પણ તેની સાથે જ ભગવાન કૃષ્ણની નગરીમાં પણ એક મંદિર બની રહ્યું છે.

વૃંદાવન માં બની રહ્યું છે દુનિયાનું સૌથી ઊંચું મંદિર, નામ રખાયું ચંદ્રોદય મંદિર.....
X

આમ તો ભગવાન રામની નગરી અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, પણ તેની સાથે જ ભગવાન કૃષ્ણની નગરીમાં પણ એક મંદિર બની રહ્યું છે. આ મંદિરને દુનિયાનું સૌથી ઊંચુ મંદિર કહેવાય છે. એટલું જ નહીં દાવો એવો પણ છે કે આ મંદિરના એક છેડેથી ટેલિસ્કોપ દ્વારા તાજમહેલને પણ જોઈ શકાશે. આ મંદિર વૃંદાવનના હિસાબી એક મહત્વનું ધાર્મિક આકર્ષણનું કેન્દ્ર માનવામાં આવી રહ્યું છે. તેનું કામ જોરજોશરથી ચાલી રહ્યું છે. તેનું નામ ચંદ્રોદય મંદિર રાખવામાં આવ્યું છે. તેનો પાયો બુર્જ ખલીફાથી પણ વધારે ઊંડો છે.

હકીકતમાં જોઈએ તો, ભગવાન કૃષ્ણની જન્મભૂમિ મથુરાના વૃંદાવનમાં આ મંદિર બની રહ્યું છે. તેને દુનિયાનું સૌથી ઊંચુ મંદિર હોવાનું કહેવાય છે. એટલું જ નહીં આ મંદિર જેટલું ઊંચુ હશે, એટલું જ ભવ્ય અને સુંદર પણ હશે. આ મંદિર કુતુબ મીનારથી લગભગ ત્રણ ગણું ઊંચુ હશે. મંદિરનો પાયો દુનિયાની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફાથી ત્રણ ગણું વધારે ઊંડો હશે. મંદિર આગામી વર્ષ સુધીમાં પુરુ થઈ જવાની આશા વ્યક્ત થઈ રહી છે. રિપોર્ટ્સ અનુસાર આ મંદિરને ઈસ્કોન એટલે આંતરરાષ્ટ્રીય કૃષ્ણાભાવનામૃત સંઘ બનાવી રહ્યું છે. તેનો શિલાન્યાસ 16 નવેમ્બર 2014ના રોજ તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કર્યો હતો. આ મંદિરની ખુબીઓની વાત કરીએ તો, તેમાં લગભગ 166 માળની હશે. મંદિરની ચારેતરફ 12 આર્ટિફિશિયલ ફોરેસ્ટ બનાવવામાં આવશે. તેમાં શ્રીમદભગ્વત અને અન્ય શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવેલા 12 વન અનુસાર બનાવામાં આવશે. આ મંદિરના નિર્માણમાં 500 કરોડથી વધારેનો ખર્ચ થશે. વૃંદાવનનું આ ચંદ્રોદય મંદિર પિરામિડ આકારમાં બનાવામાં આવી રહ્યું છે. મંદિર બાંધકામ યુદ્ધ સ્તર પર થઈ રહ્યું છે અને અડધુ કામ ખતમ થઈ ગયું છે.

Next Story