/connect-gujarat/media/media_files/2026/01/03/a-2026-01-03-15-33-24.jpg)
સામાન્ય રીતે તો ઘરની ગૃહિણીનું ધ્યાન કિચનની દરેક વસ્તુઓ પર હોય પણ ઘણી વખત મગજમાંથી એ નીકળી જાય અને એ ચીજ માટે પાડોશી પાસે હાથ લંબાવવો પડે કે પછી વાટકી-વ્યવહાર કરવો પડે. શાસ્ત્રોમાં અમુક ચીજવસ્તુનું સૂચન કરીને કહેવામાં આવ્યું છે કે જો શક્ય હોય તો અહીં દર્શાવી છે એ ચીજવસ્તુનો ક્યારેય વાટકી-વ્યવહાર કરવો નહીં. કારણ કે એના વાટકી-વ્યવહારની આડઅસર ઊભી થતી હોય છે.
નમક :
ક્યારેય વાટકી-વ્યવહારમાં નમક માંગવું નહીં. નમક ઘરની આર્થિક અને માનસિક એનર્જી સાથે જોડાયેલું છે, જો એ માંગીને લઈ આવવામાં આવે તો ઘરમાં અશાંતિ વધે છે અને ખર્ચમાં પણ આકસ્મિક વૃદ્ધિ થાય છે, જે પૈસો પરત નથી આવતો. જો ઘરમાં નમક ન હોય અને અંતિમ સમયે એની જાણ થાય તો એ લાવવાની વ્યવસ્થા કરવી જોઈએ પણ પાડોશી પાસે ક્યારે માગવું ન જોઈએ.
દૂધ :
દૂધ શુદ્ધતા અને શાંતિનું પ્રતીક છે. દૂધ માંગવાથી માનસિક અસંતુલન આવે છે, તો અચાનક જ અપજશ મળવાની ઘટના પણ ઘટી શકે છે,એટલે ક્યારેય કોઈ પાસે દૂધ માગવું નહીં.
પાણી :
સામાન્ય રીતે નવા-નવા રહેવા જતા હોય છે એ લોકો પાડોશી સાથે પાણી-વ્યવહાર કરી બેસતા હોય છે પણ એવું ન કરવું જોઈએ. પાણી એકમાત્ર એવું તત્વ છે જેની પાસે પોતાની અદ્ભુત યાદશક્તિ છે. માંગીને લીધેલું પાણી પોતાની સાથે એ ઘરની એનર્જી લાવે છે. આ પાણી ગ્રહણ કરનારી વ્યક્તિની એનર્જી સાથે એ જ્યારે ભળે છે ત્યારે કોઈ નવી જ ઊર્જા ઊભી કરે છે, જેના માટે તે વ્યક્તિ તૈયાર નથી.
દહીં :
તમને ખબર હશે કે દહીંનો ઉપયોગ શુભ કાર્યોમાં થાય છે,કારણ કે દહીંમાં ભારોભાર પોઝિટિવ એનર્જી છે. આ જ કારણ છે કે સારા કામે જતી વ્યક્તિને પણ એક ચમચી દહીં ખવડાવી શુકન કરવામાં આવે છે. દહીં ક્યારેય માંગવું નહીં. ઉધાર લીધેલું દહીં સીધું ભાગ્ય પર આડઅસર દેખાડે છે. દહીં બનાવવા માટે પણ પાડોશી પાસે દહીંની બે ચમચી માંગવી નહીં, એના કરતાં બજારમાંથી દહીં મંગાવી લેવું.