/connect-gujarat/media/media_files/2025/07/30/post-2025-07-30-15-14-25.jpg)
ભારત સરકારની ઇન્ડિયા પોસ્ટ તેની ‘રજિસ્ટર્ડ પોસ્ટ’ સર્વિસ બંધ કરવા જઈ રહી છે. ઇન્ડિયા પોસ્ટ 1 સપ્ટેમ્બર 2025થી રજિસ્ટર્ડ પોસ્ટ સર્વિસને સંપૂર્ણપણે બંધ કરશે અને આ સર્વિસનું સ્પીડ પોસ્ટ સર્વિસમાં વિલીનીકરણ થઇ જશે. એક સદીથી જૂની રજિસ્ટર્ડ પોસ્ટ સર્વિસ સાથે લાખો લોકો ભાવાત્મક રીતે જોડાયેલા છે, તેથી તેમના માટે આ ફક્ત એક સર્વિસનો અંત નથી પરંતુ એક યુગનો અંત છે.
નોકરીની ઓફર, કાયદાકીય નોટિસ, સરકારી નોટીસ અથવા કોઈપણ અભિનંદન પત્ર રજિસ્ટર્ડ પોસ્ટ મારફતે મોકલવામાં આવતા, આ સર્વિસ વિશ્વસનીયતા અને ચોક્કસાઈના પ્રતીક સમાન હતી. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી ખાનગી કુરિયરના વધતા વ્યાપને કારણે આ સર્વિસનો વાપરશ સતત ઘટતો ચાલ્યો છે.
આધુનિક સમયને ધ્યાનમાં રાખીને ઇન્ડિયા પોસ્ટે રજિસ્ટર્ડ પોસ્ટ સર્વિસને બંધ કરવાનો નિર્ણય લીધો છે. પોસ્ટ વિભાગના જણાવ્યા મુજબ આ વિલીનીકરણ પરિચાલન કામગીરીને સુવ્યવસ્થિત કરવા, વધુ સારી ટ્રેકિંગ સર્વિસ આપવા અને ગ્રાહકોની સુવિધામાં વધારો થાય એ માટે કરવામાં આવી રહ્યું છે. આજના જમાનામાં ખાનગી કુરિયર કંપનીઓની સર્વિસ સતત આધુનિક થઇ રહી રહી છે, ત્યારે ગ્રાહકોની જરૂરીયાતો પણ બદલાઈ રહી છે.
વિલીનીકરણ થઇ ગયા બાદ આ સર્વિસનો કાયમ ઉપયોગ કરનારા લોકોના ખિસ્સા પર અસર થઇ શકે છે. રજિસ્ટર્ડ સેવા પહેલા વિશ્વસનીય અને સસ્તી હતી, 1 સપ્ટેમ્બર પછી લોકોને સ્પીડ પોસ્ટ માટે વધુ રૂપિયા ચુકવવા પડશે.
Indian Post | Indian Postal Department | Services stopped | Indian Government