Connect Gujarat
દેશ

આ વખતનું ચોમાસું મોડું બેસશે, હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી

આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની ધારણા છે. હવામાન વિભાગે ગયા મહિને આ માહિતી આપી હતી

આ વખતનું ચોમાસું મોડું બેસશે, હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી
X

દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આ વર્ષે ચાર દિવસના વિલંબ સાથે કેરળ પહોંચવાની ધારણા છે. ભારતીય હવામાન વિભાગ એટલે કે IMD અનુસાર ચોમાસું 5 જૂન સુધીમાં દક્ષિણના રાજ્યમાં પહોંચી શકે છે. એ સામાન્ય રીતે કેરળમાં પહેલી જૂને એન્ટ્રી કરે છે. આ સાથે દેશમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત ગણવામાં આવે છે.

ગયા વર્ષે એટલે કે 2022માં ચોમાસું 29 મેના રોજ કેરળ પહોંચ્યું હતું, જ્યારે 2021માં એ 1 જૂને પહોંચ્યું હતું. આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની ધારણા છે. હવામાન વિભાગે ગયા મહિને આ માહિતી આપી હતી. જો વરસાદ સામાન્ય રહેશે તો દેશમાં અનાજનું ઉત્પાદન પણ સામાન્ય રહેશે, એટલે કે એનાથી મોંઘવારીમાંથી રાહત મળી શકે છે. દેશના ખેડૂતો સામાન્ય રીતે 1 જૂનથી ઉનાળુ પાકની વાવણી શરૂ કરતા હોય છે.

Next Story