/connect-gujarat/media/media_files/2025/12/04/mla-humayun-kabir-2025-12-04-16-01-19.jpg)
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસે પોતાના ધારાસભ્ય હુમાયુ કબીર સામે કડક કાર્યવાહી કરીને તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. કબીરે તાજેતરમાં રાજ્યમાં બાબરી મસ્જિદ બનાવવાની જાહેરાત કરી હતી, જેનાથી રાજકીય તણાવ અને સાંપ્રદાયિક ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી.
આ નિવેદનને કારણે TMCના ટોચના નેતૃત્વ, ખાસ કરીને મુખ્યમંત્રી મમતા બેનરજી મુશ્કેલીમાં મુકાયા હતા. પાર્ટીનું માનવું છે કે કબીરનો આ નિવેદન ભાજપને મદદરૂપ થાય તે રીતે મુદ્દાને સાંપ્રદાયિક દિશા આપે છે, જે પાર્ટીની નીતિ અને લાઇનથી સંપૂર્ણ વિરુદ્ધ છે.
મામલે પ્રતિક્રિયા આપતાં TMCના મંત્રી ફિરહાદ હાકિમે જણાવ્યું કે હુમાયુ કબીરને અગાઉ અનેક વખત ચેતવણી આપવામાં આવી હતી, છતાં તેઓ વારંવાર આવી ભૂલો કરતા રહ્યા. હાકિમે સ્પષ્ટ કર્યું કે આવા નિવેદનો TMCના મૂલ્યોનો ભાગ નથી અને આ જ કારણસર તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેઓએ ભારપૂર્વક કહ્યું કે હવે કબીરનું બોલાણું કે પગલાં પાર્ટી સાથે કોઈ રીતે જોડાયેલા નથી.
પાર્ટીના સૂત્રોએ પણ જણાવ્યું કે TMCનો બાબરી મસ્જિદના નિર્માણના કોઇ પ્લાન કે ચર્ચા સાથે કોઈ સંબંધ નથી. ધારાસભ્ય કબીરને પાર્ટીનો સત્તાવાર અભિપ્રાય પહેલાથી જ જણાવવામાં આવ્યો હતો, છતાં તેમણે એકતરફી જાહેરાત કરી જેનાથી પાર્ટી છબી પર અસર થઈ. મુખ્યમંત્રી મમતા બેનરજી પણ આ નિવેદનથી અસંતોષ હોવાની માહિતી સામે આવી છે, અને પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે ધર્મ આધારિત રાજકારણ TMCની નીતિનો હિસ્સો નથી.