ટીએમસીના સાંસદ જવાહર સરકાર આપશે રાજીનામુ,મમતા બેનર્જી પર કર્યા પ્રહાર

Featured | દેશ | સમાચાર, ટીએમસીના સાંસદ જવાહર સરકારે કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં તાલીમાર્થી ડોક્ટરના બળાત્કાર-હત્યા અને ભ્રષ્ટાચારના કેસના વિરોધમાં પદ પરથી રાજીનામું

New Update
સાંસદ જવાહર

ટીએમસીના સાંસદ જવાહર સરકારે કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં તાલીમાર્થી ડોક્ટરના બળાત્કાર-હત્યા અને ભ્રષ્ટાચારના કેસના વિરોધમાં પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે તે રાજકારણમાંથી પણ સંન્યાસ લેશે.જવાહર સરકારે રવિવારે (8 સપ્ટેમ્બર) પાર્ટી અધ્યક્ષ અને મુખ્યમંત્રી મમતા બેનર્જીને પત્ર લખીને સરકારની કાર્યશૈલી પર નિરાશા વ્યક્ત કરી હતી.

જવાહર સરકારે પત્રમાં મમતાને કહ્યું કે તેઓ ટૂંક સમયમાં દિલ્હી જશે અને રાજ્યસભાના અધ્યક્ષને પોતાનું રાજીનામું સોંપશે. જવાહર સરકાર નિવૃત્ત IAS અધિકારી છે. તેઓ જાહેર બૌદ્ધિક, વક્તા અને લેખક તરીકે જાણીતા છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ તેમને 2 ઓગસ્ટ 2021ના રોજ રાજ્યસભામાં મોકલ્યા.

Latest Stories