/connect-gujarat/media/media_files/2024/12/27/gVCVRhzD63yEZVJQ1Uws.jpg)
netion
રાષ્ટ્રીય પ્રતીકોના દુરુપયોગને રોકવા માટે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ભારે દંડ અને જેલની સજાની જોગવાઈ કરવા જઈ રહી છે.પ્રસ્તાવ છે કે, કાયદામાં વડાપ્રધાન અને રાષ્ટ્રપતિના નામ, ફોટા અને રાષ્ટ્રીય પ્રતીકોનો દુરુપયોગ કરવા બદલ સજાને વધારીને 5 લાખ રૂપિયાના દંડ અને જેલની જોગવાઈ કરવામાં આવે.તે જ સમયે, બે અલગ-અલગ મંત્રાલયોના બે સંબંધિત કાયદાઓને જોડીને એક જ મંત્રાલય હેઠળ કડક કાયદો બનાવવા પર પણ વિચારણા કરવામાં આવી રહી છે.
હાલમાં, ગૃહ મંત્રાલય હેઠળ ભારતના રાજ્ય પ્રતીક (અયોગ્ય ઉપયોગ પર પ્રતિબંધ) અધિનિયમ, 2005 અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના પ્રતીક અને નામો (અયોગ્ય ઉપયોગ પર પ્રતિબંધ) અધિનિયમ, 1950 અમલમાં છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્રસ્તાવ બંને મંત્રાલયો વચ્ચેની વાતચીત દરમિયાન સામે આવ્યો છે. પ્રાઈવેટ ફર્મ્સ અને NGOના નામમાં ઈન્ડિયા, કમિશન, કોર્પોરેશન, બ્યુરો જેવા શબ્દોના વધી રહેલા ઉપયોગને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરવામાં આવી રહ્યો છે.