Connect Gujarat
દેશ

આજે વર્લ્ડ હેરિટેજ ડે, વાંચો કેમ ઉજવવામાં આવે છે આ મહત્વનો દિવસ

વર્લ્ડ હેરિટેજ ડેના દિવસે સમગ્ર વિશ્વમાં અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે. વર્લ્ડ હેરિટેજ ડે, જેને હેરિટેજ સાઇટ્સના સંરક્ષણ અને જાગૃતિ માટેના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આજે વર્લ્ડ હેરિટેજ ડે, વાંચો કેમ ઉજવવામાં આવે છે આ મહત્વનો દિવસ
X

વર્લ્ડ હેરિટેજ ડેના દિવસે સમગ્ર વિશ્વમાં અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે. વર્લ્ડ હેરિટેજ ડે, જેને હેરિટેજ સાઇટ્સના સંરક્ષણ અને જાગૃતિ માટેના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકોને સાંસ્કૃતિક વારસા વિશે જાગૃત કરવામાં આવે છે. જેથી કરીને ઐતિહાસિક સ્થળોને સુરક્ષિત કરી શકાય છે. વિશ્વ ધરોહર દિવસ દર વર્ષે 18 એપ્રિલે ઉજવવામાં આવે છે.વિશ્વ ધરોહર દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ વિશ્વભરની ઐતિહાસિક ઇમારતો, સ્મારકો અને પુરાતત્વીય સ્થળોને બચાવવાનો છે. જેથી કરીને આવનારી પેઢીઓ માટે આ વારસાને સાચવી શકીએ. આ દિવસનો ઉદ્દેશ્ય વિશ્વની વિરાસત અને વિવિધતાને લોકો સુધી પહોંચાડવાનો છે.

Next Story