Connect Gujarat
દેશ

આજે વિશ્વ ચકલી દિવસ, વાંચો ઉજવણી પાછળનો ઇતિહાસ

આજે વિશ્વ ચકલી દિવસ, વાંચો ઉજવણી પાછળનો ઇતિહાસ
X

નેચર ફોરએવર સોસાયટી ઓફ ઈન્ડિયા અને ઈકો એસવાયએસ એક્શન ફાઉન્ડેશન ઓફ ફ્રાન્સના સહયોગથી 20 માર્ચ 2010ના રોજ વર્લ્ડ ચકલી દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય ચકલીના સંરક્ષણ માટે લોકોમાં જાગૃતિ લાવવાનો છે. જેથી તેમની લુપ્ત થતી પ્રજાતિઓને બચાવી શકાય.

કહેવાય છે કે આ ખાસ દિવસનો શ્રેય નાસિક (મહારાષ્ટ્ર)ના મોહમ્મદ દિલાવરને જાય છે. સંરક્ષણવાદી મોહમ્મદ દિલાવરે નાસિકમાં ઘરની ચકલીઓ માટે વિશેષ સંભાળ માટે અભિયાન શરૂ કર્યું હતું. ઝુંબેશને સત્તાવાર બનાવવાનો વિચાર નેચર ફોરએવર સોસાયટીના કાર્યાલયમાં અનૌપચારિક ચર્ચા દરમિયાન ચકલી દિવસ ઉજવવાનો વિચાર આવ્યો હતો.40થી વધુ રાષ્ટ્રો આ દિવસની ઉજવણી કરે છે. ચકલીની વસતીમાં થતા ઘટાડાને નિયંત્રિત કરવા માટેના પગલાંની વિચારણા કરવા માટે ખાસ આ દિવસ ઉજવે છે. ચકલી માનવજાત માટે પણ લાભદાયી પક્ષી છે. તે ખોરાક અને પર્યાવરણીય સંતુલન જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

Next Story