Connect Gujarat
દેશ

ટમેટાએ તો લોકોને ચોધાર આંસુએ રડાવ્યા... ભાવ આસમાને પહોચતા ગ્રાહકો સહિત વેપારીઓની પણ ચિંતા વધી

વરસાદના કારણે ટામેટાં જ નહીં પરંતુ બીજા શાકભાજીના ભાવ પણ આસમાને પહોચી ગયા છે

ટમેટાએ તો લોકોને ચોધાર આંસુએ રડાવ્યા... ભાવ આસમાને પહોચતા ગ્રાહકો સહિત વેપારીઓની પણ ચિંતા વધી
X

ટમેટા તો લાલ થઈ ગયા...ડુંગળીને કાપીએ ત્યારે આંખમાં આસું આવે છે પરંતુ હવે તો ટમેટાને કાપીને પણ આંસુ આવી જાય તેટલો ભાવ વધારો થયો છે. હજી હમણાં સુધી જે ટામેટાં 20 અને 30 ના કિલોના ભાવે મળતા હતા. તે અચાનક જ 100 ના કિલોએ પહોચી ગયા છે. ચોમાસાના મોડા આગમન અને ભારે વરસાદને કારણે દેશના અનેક શહેરોમાં ટામેટાના ભાવ આસમાને પહોંચી ગયા છે.

ભારતભરના છૂટક બજારોમાં ટામેટાના ભાવ 24 જૂનના રોજ 20 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 25 જૂને 40 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા હતા. વરસાદના કારણે ટામેટાં જ નહીં પરંતુ બીજા શાકભાજીના ભાવ પણ આસમાને પહોચી ગયા છે જેમાં વાત કરીએ ધાણાની તો તેનો ભાવ પણ વધી ગયો છે. શાકભાજીના ભાવ વધતાં ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે.

ટામેટાના ભાવ વધતાં ગ્રાહકો તો પરેશાન છે પણ હવે દુકાનદારો પણ પરેશાન થઈ ગયા છે કારણ કે આટલા મોંઘા ટામેટાં કોઈ લેતું નથી. બજારમાંથી વેપારીઓ મોંઘા ભાવના ટામેટાં ખરીદીને લાવે છે અને જો તેને કોઈ લે નહીં તો તે બગડી જતાં હોય છે આથી દુકાનદારોને વધુ ચિંતા સતાવી રહી છે. હવે ટામેટાના આટલા બધા ભાવ વધતાં લોકો પરેશાન થઈ રહ્યા છે ત્યારે હવે આ ભાવ કયારે ઓછા થશે તેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Next Story