મહારાષ્ટ્રમાં ત્રિપલ એન્જિનની “સરકાર” : ડેપ્યુટી CM તરીકે અજિત પવારે શપથ લીધા, CM શિંદે-ફડણવીસની હાજરી...

અજિત પવાર મહારાષ્ટ્ર સરકારમાં જોડાયા છે. તેઓ તેમના કેટલાક સમર્થક ધારાસભ્યો સાથે રાજભવન પહોંચ્યા અને મંત્રી તરીકે શપથ લીધા

New Update
મહારાષ્ટ્રમાં ત્રિપલ એન્જિનની “સરકાર” : ડેપ્યુટી CM તરીકે અજિત પવારે શપથ લીધા, CM શિંદે-ફડણવીસની હાજરી...

મહારાષ્ટ્રમાં રવિવારે મોટી રાજકીય ઉથલપાથલ જોવા મળી હતી. શરદ પવારના ભત્રીજા અને વિપક્ષના નેતા અજિત પવાર મહારાષ્ટ્ર સરકારમાં જોડાયા છે. તેઓ તેમના કેટલાક સમર્થક ધારાસભ્યો સાથે રાજભવન પહોંચ્યા અને મંત્રી તરીકે શપથ લીધા. તેમને રાજ્યના ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. આ દરમિયાન સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ હાજર છે. અહેવાલો અનુસાર, NCPના 9 ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લેશે.

પવાર ઉપરાંત તેમાં છગન ભુજબળ, ધનંજય મુંડે, અનિલ પાટીલ, દિલીપ વલસે પાટીલ, ધર્મરાવ આત્રામ, સુનીલ વલસાડ, અદિતિ તટકરે અને હસન મુશ્રીફનો સમાવેશ થાય છે.સમાચાર એજન્સી ANI અનુસાર, અજિત પવારની સાથે રાજભવનમાં ગયેલા કેટલાક ધારાસભ્યો પટનામાં વિપક્ષી એકતાની બેઠકમાં મંચ શેર કરવા અને રાહુલ ગાંધીને સહકાર આપવાના શરદ પવારના એકતરફી નિર્ણયથી નારાજ હતા.

Latest Stories