Connect Gujarat
દેશ

જમ્મુ-કાશ્મીરના નરવાલ વિસ્તારમાં થયા બે બ્લાસ્ટ, 6 લોકો ઘાયલ

જમ્મુ-કાશ્મીરના નરવાલ વિસ્તારમાં થયા બે બ્લાસ્ટ, 6 લોકો ઘાયલ
X

જમ્મુ-કાશ્મીરના નરવાલ વિસ્તારમાં શનિવારે સવારે બે બ્લાસ્ટ થયા હતા. જમ્મુ ઝોનના એડીજીપી મુકેશ સિંહે જણાવ્યું કે આ વિસ્ફોટમાં 6 લોકોના ઘાયલ થવાની માહિતી મળી છે. વિસ્ફોટ બાદ જમ્મુ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે બે વાહનોમાં વિસ્ફોટ થયો હોવાના અહેવાલ છે, જેના કારણે 6 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

પોલીસ અધિકારીએ કહ્યું, "વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને અન્ય પોલીસ કર્મચારીઓ સાથે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સ્થળ પર છે અને વધુ તપાસ ચાલી રહી છે." મળતી માહિતી મુજબ, પહેલો બ્લાસ્ટ સવારે લગભગ 11.00 વાગ્યે ટ્રાન્સપોર્ટ નગરના વોર્ડ નંબર 7માં થયો હતો. તેના માત્ર 15 થી 20 મિનિટ પછી તે જ વિસ્તારમાં બીજો બ્લાસ્ટ થયો હતો. પ્રાથમિક તપાસમાં આ બંને વિસ્ફોટોમાં સ્ટિકી બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે.

અત્યાર સુધીની તપાસમાં વધુ એક મહત્વની વાત સામે આવી છે. નરવાલના ટ્રાન્સપોર્ટ નગરમાં થયેલા બ્લાસ્ટને કારણે આતંકીઓ ડાંગરી પાર્ટ ટુ કરવા માંગતા હતા. વાસ્તવમાં, પહેલો બ્લાસ્ટ વોર્ડ નંબર 7માં સવારે 11:00 વાગ્યે થયો હતો અને આતંકવાદીઓએ બીજો બ્લાસ્ટ ભીડ અને બ્લાસ્ટ જોવા આવેલા સુરક્ષા દળોને નિશાન બનાવવા માટે કર્યો હતો.

Next Story