/connect-gujarat/media/media_files/2025/01/13/VWBlKVO7y5Of9RfbOa9S.jpg)
નેશનલ ટેસ્ટિંગ એજન્સી(NTA)એ સોમવારે જાહેરાત કરી કે મકરસંક્રાંતિ અને પોંગલ સહિત અન્ય તહેવારોના કારણે 15 જાન્યુઆરીએ થતી UGC-NET પરીક્ષા રોકવામાં આવી છે. PHDમાં એડમિશન, જુનિયર રિસર્ચ ફેલોશિપ(JRF) અને સહાયક પ્રોફેસરોના રૂપે નિયુક્તિ માટે પરીક્ષા 3 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી સુધી કમ્પ્યુટર આધારિત ટેસ્ટ(CBT) મોડમાં 85 વિષયો માટે યોજવામાં આવી રહી છે.
NTAના ડાયરેક્ટર રાજેશ કુમારે કહ્યું, 'NTAને પોંગલ અને મકરસંક્રાંતિ સહિત અન્ય તહેવારોના કારણે 15 જાન્યુઆરીને પરીક્ષા રોકવા માટે રીપ્રેઝન્ટેશન મળ્યું છે. ઉમેદવારોના હિતમાં આ પરીક્ષા રોકવામાં આવી છે અને બાદમાં એક નવી તારીખની જાહેરાત કરવામાં આવશે.' તેમણે કહ્યું, '16 જાન્યુઆરીએ પરીક્ષા પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર યોજવામાં આવશે.'