કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મલ્લિકાર્જૂન ખડગે અને જયરામ રમેશને મોકલી લીગલ નોટિસ, જાણો શું છે મામલો

New Update
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મલ્લિકાર્જૂન ખડગે અને જયરામ રમેશને મોકલી લીગલ નોટિસ, જાણો શું છે મામલો

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કથિત ભ્રામક અને અધૂરો વીડિયો શેયર કરવાને લઈ કોંગ્રેસ પાર્ટીને લીગલ નોટિસ મોકલી છે. નોટિસમાં ગડકરીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને પાર્ટીના મહાસચિવ જયરામ રમેશને માફી માગવા કહ્યું છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ પાર્ટી તરફથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેયર કરવામાં આવેલો વીડિયો આખો નથી અને તેની સાથે છેડછાડ કરવામાં આવી છે.નોટિસમાં એ પણ કહેવામાં આવ્યું છે કે વૈચારીક રીતે વિરોધી રાજકીય દળના સભ્ય હોવાના કારણે કોંગ્રેસ પાર્ટી તરફથી જાણી જોઈને ખોટી પોસ્ટ કરવામાં આવી છે.

પોતાની સોશિયલ મીડિયા સાઈટ પર મારા ક્લાયન્ટ વિશે પુરી રીતે જાણ્યા બાદ જ કોઈ વીડિયો કે નિવેદનને આપવુ જોઈએ. તેથી અમે તમને કાયદાકીય નોટિસ મોકલી રહ્યા છે.લીગલ નોટિસમાં સોશિયલ મીડિયા સાઈટથી તે નિવેદન કે વીડિયોને હટાવવા માટે પણ કહેવામાં આવ્યું છે. તેની સાથે સાથે 3 દિવસની અંદર લેખિતમાં માફી માગવા કહેવામાં આવ્યુ છે. નોટિસમાં આગળ કહેવામાં આવ્યું છે કે જો તમારા તરફથી તે કામ નહીં કરવામાં આવે તો પછી અમારી પાસે દીવાની અને ફોજદારી બંને વિકલ્પ ખુલ્લા છે.