New Update
/connect-gujarat/media/media_files/2025/01/24/OVzvo2HtpJ0VroA9Gb52.jpg)
UP STFએ NHAI ટોલ પ્લાઝા પર ટેક્સ વસૂલાતમાં કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. STFની ટીમે બુધવારે સવારે 3.50 વાગ્યે મિર્ઝાપુરના અતરૈલા ટોલ પ્લાઝા પર દરોડો પાડીને 3 લોકોની ધરપકડ કરી હતી.આરોપીઓએ ટોલ પ્લાઝા પર સ્થાપિત NHAI કોમ્પ્યુટરમાં તેમનું સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યું હતું. તેના દ્વારા ફાસ્ટેગ વગર ટોલ પ્લાઝા પરથી પસાર થતા વાહનોને ફ્રી બતાવીને તેમની પાસેથી વસૂલવામાં આવતા પૈસા અંગત ખાતામાં લેવામાં આવી રહ્યા હતા.
આ કૌભાંડ ગુજરાત સહિત 12 રાજ્યોના 200 ટોલનાકા પર ચાલતું હતું.એકલા અતરૈલા ટોલ પ્લાઝા પર 2 વર્ષથી દરરોજ લગભગ 45 હજાર રૂપિયાનું કૌભાંડ થઈ રહ્યું હતું. બે વર્ષમાં 3 કરોડ 28 લાખની છેતરપિંડી થઈ છે. STFએ આરોપીઓ પાસેથી 2 લેપટોપ, 1 પ્રિન્ટર, 5 મોબાઈલ, 1 કાર અને 19,000 રિકવર કર્યા છે.આરોપીઓએ જણાવ્યું કે અત્યાર સુધી તેઓએ દેશના 12 રાજ્યોના 42 ટોલ પ્લાઝામાં NHAIના કોમ્પ્યુટરમાં તેમના દ્વારા બનાવેલ સોફ્ટવેર ઈન્સ્ટોલ કર્યું છે. આ રાજ્યો ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, છત્તીસગઢ, આસામ, જમ્મુ અને કાશ્મીર, મહારાષ્ટ્ર, ગુજરાત, ઝારખંડ, હિમાચલ પ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ છે.
Latest Stories