ઉત્તરપ્રદેશ : મેરઠમાં સર્જાય મોટી દુર્ઘટના, વહેલી સવારે મકાનમાં થયો ભયાનક બ્લાસ્ટ, 4 લોકોના મોત, 8 લોકો ઘાયલ

New Update
ઉત્તરપ્રદેશ : મેરઠમાં સર્જાય મોટી દુર્ઘટના, વહેલી સવારે મકાનમાં થયો ભયાનક બ્લાસ્ટ, 4 લોકોના મોત, 8 લોકો ઘાયલ

ઉત્તર પ્રદેશના મેરઠમાં એક મકાનમાં અચાનક ભયાનક બ્લાસ્ટ થતા ચાર લોકોના મોત થયા છે જ્યારે ઘટનામાં આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં લઈ જવાયા છે. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે આસપાસના બે મકાનોપણ ધરાશાયી થયા હતા. ઉત્તપ્રદેશના મેરઠના આજે સવારે એક મકાનમાં અચાનક જ બ્લાસ્ટ થતા આખો વિસ્તાર હચમચી ગયો હતો.

આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયાના સમાચાર છે જ્યારે આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હજુ સુધી આ બ્લાસ્ટ ક્યા કારણોસર થયો તે જાણવા મળ્યું નથી. હાલ રાહત અને બચાવની કામગીરી ચાલુ છે અને મકાનના કાટમાળ નીચે ઘણા લોકો દટાયા હોવાની આશંકા છે. ઈજાગ્રસ્તોનો તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં લઈ જવાયા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. આ બ્લાસ્ટની દુર્ઘટના મેરઠના લોહિયા નગરમાં એક મકાનમાં બની હતી.

Latest Stories