/connect-gujarat/media/media_files/2025/08/20/abbas-ansari-2025-08-20-18-20-58.jpg)
ઉત્તર પ્રદેશની મઉ સદર બેઠકથી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના પૂર્વ ધારાસભ્ય અને માફિયા મુખ્તાર અંસારીના પુત્ર અબ્બાસ અંસારીને અલ્હાબાદ હાઇકોર્ટે મોટી રાહત આપી છે. હાઇકોર્ટે એમપી-એમએલએ કોર્ટ તરફથી બે વર્ષની સજા મામલે માફી આપી છે. આ માફી બાદ હવે પેટા ચૂંટણી નહી કરવામાં આવે.
અબ્બાસ અંસારીએ સજા માફી મુદ્દે અરજી કરી હતી. જેને હાઇકોર્ટે માન્ય કરી છે. હવે આ ચુકાદા બાદ અબ્બાસ અંસારીનું ધારાસભ્ય પદ કાયમ રહેશે. અને પેટા ચૂંટણી નહી યોજાય. અબ્બાસ અંસારી તરફથી વકીલ ઉપેન્દ્ર ઉપાધ્યાયે કોર્ટેમાં પોતાનો પક્ષ રાખ્યો હતો. ઉત્તર પ્રદેશ સરકાર તરફથી મહાધિવક્તા અજય કુમાર મિશ્રા અને અપર મહાધિવક્તા એમ.સી.ચતુર્વેદીએ દલીલો રજૂ કરી હતી.
વર્ષ 2022 વિધાનસભા ચૂંટણી દરમિયા અબ્બાસ અંસારીએ જાહેર સભા સંબોધતા ભડકાઉ ભાષણ આપ્યુ હતુ. આ મામલે એમપી-એમએલએ કોર્ટે અબ્બાસ અંસારીને 2 વર્ષની સજા અને 3 હજારનો દંડ ફટાકર્યો હતો. આ કેસના આધારે અબ્બાસ અંસારીનું ધારાસભ્ય પદ પણ જતુ રહ્યુ હતુ. તેઓએ અગાઉ સજા માફી મુદ્દે અરજીઓ કરી હતી. પરંતુ તે ફગાવાઇ હતી.