Connect Gujarat
દેશ

ઉત્તર પ્રદેશ : ફિરોઝાબાદ જિલ્લાના કાઠ બજારમાં ભીષણ આગથી તબાહી, 100થી વધુ દુકાનો બળીને ખાખ, કરોડોનું નુકસાન...

યુપીના ફિરોઝાબાદ જિલ્લામાં લાગેલી ભીષણ આગે ભારે તબાહી મચાવી છે.

ઉત્તર પ્રદેશ : ફિરોઝાબાદ જિલ્લાના કાઠ બજારમાં ભીષણ આગથી તબાહી, 100થી વધુ દુકાનો બળીને ખાખ, કરોડોનું નુકસાન...
X

યુપીના ફિરોઝાબાદ જિલ્લામાં લાગેલી ભીષણ આગે ભારે તબાહી મચાવી છે. કોટલા રોડ સ્થિત રામલીલા મેદાનના કાઠ બજારમાં શનિવાર-રવિવારની રાત્રે 3:30 વાગ્યે ભીષણ આગ લાગી ગઈ હતી. જેના કારણે એક કલાકમાં જ સૌથી વધુ દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી. આગ પર કાબૂ મેળવવા માટે આગરા અને મૈનપુરીથી ફાયર બ્રિગેડની ટીમને પણ બોલાવવામાં આવી હતી. આગના કારણે કરોડોનું નુકસાન થયું છે. એવું માનવામાં આવે છે કે ટ્રાન્સફોર્મરમાંથી સ્પાર્ક થવાના કારણે આસપાસની દુકાનોમાં આગ લાગી ગઈ હતી. ત્યારબાદ આ આગ ફેલાતી જ રહી. સવારે પોણા ચાર વાગ્યાના અરસામાં બજારમાં સૂતેલા દુકાનદારો અને મજૂરોને આ અંગેની જાણ થતાં નાસભાગ મચી ગઈ હતી. તેઓએ તેમની દુકાનોમાંથી સામાન કાઢવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેઓ સફળ તહયા નહીં અને બધી જ દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી. મેયર કામિની રાઠોડ, શહેરના ધારાસભ્ય મનીષ અસિજા, એસપી સિટી સર્વેશ મિશ્રા, સિટી મેજિસ્ટ્રેટ રાજેન્દ્ર કુમાર, સીઓ સિટી કમલેશ કુમાર ફોર્સ સાથે કાઠ બજારમાં પહોંચ્યા હતા. DM ડો. ઉજ્જવલ કુમાર અને SSP આશિષ તિવારીએ પણ બજારનું નિરીક્ષણ કર્યું હતું.

Next Story