ઉત્તરાખંડ : મસૂરીથી દેહરાદૂન આવતી બસ ખીણમાં ખાબકી, બે મુસાફરોના મોત

New Update
ઉત્તરાખંડ : મસૂરીથી દેહરાદૂન આવતી બસ ખીણમાં ખાબકી, બે મુસાફરોના મોત

ઉત્તરાખંડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની એક બસ રવિવારે મસૂરીથી દેહરાદૂન આવતી વખતે ખીણમાં પડી હતી, જેમાં બે મુસાફરોના મોત થયા હતા. પોલીસે આ અંગે માહિતી આપી હતી. દેહરાદૂનના વરિષ્ઠ પોલીસ અધિક્ષક દલીપ સિંહ કુંવરે અહીં જણાવ્યું હતું કે, આ અકસ્માત ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ કેમ્પ પાસેના વળાંક પર થયો હતો, જ્યાં બસ અચાનક કાબૂ ગુમાવી દીધી હતી અને 50 મીટર ઊંડી ખીણમાં પડી હતી.

તેમણે જણાવ્યું કે, દુર્ઘટના સમયે બસમાં 32 લોકો હતા, જેમાંથી બેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તેમણે જણાવ્યું હતુ કે, બસમાં સવાર અન્ય લોકો ઘાયલ થયા છે. કુંવરે જણાવ્યું કે, ઘાયલોને તરત જ ખાઈમાંથી બહાર કાઢવામાં આવ્યા અને મસૂરીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જ્યાંથી મોટા ભાગનાને દેહરાદૂનની સરકારી દૂન હોસ્પિટલ અને ખાનગી મેક્સ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા.

Latest Stories