Connect Gujarat
દેશ

ઉત્તરાખંડે ઈતિહાસ રચ્યો, વિધાનસભામાં પાસ થયું સમાન નાગરિક સંહિતા બીલ

ઉત્તરાખંડે ઈતિહાસ રચ્યો, વિધાનસભામાં પાસ થયું સમાન નાગરિક સંહિતા બીલ
X

ખૂબ જ મહત્વનું સમાન નાગરિક સંહિતા બીલ વિધાનસભામાં પાસ થતાંની સાથે જ ઉત્તરાખંડે ઈતિહાસ રચ્યો છે. આ બીલ પાસ કરનાર ઉત્તરાખંડ દેશનું પહેલું રાજ્ય છે. ભારતમાં બધા લોકોને એક સમાન અધિકારની દિશામાં ઉત્તરાખંડ પહેલું મોટું પગલું ભરી લીધું છે.

વિધાનસભામાં પાસ થયા બાદ હવે આ આ બીલને મંજૂરી માટે રાજ્યપાલ પાસે મોકલવામાં આવશે. જેમની સહી બાદ કાયદો બની જશે.

રાજ્યપાલની સહી સાથે જ કાયદો, બધા લોકો માટે એક સરખો કાયદો

રાજ્યપાલની સહી સાથે જ આ બીલ કાયદો બની જશે જે પછી બધા લોકો પર એક સરખો લાગુ પડશે. આ બીલમાં તમામ યુવકો માટે લગ્નની ઉંમર 21 વર્ષ રાખવામાં આવી છે, જ્યારે તમામ યુવતીઓ માટે 18 વર્ષ નક્કી કરવામાં આવી છે. હવે આ કાયદા દ્વારા, જો દંપતીમાંથી કોઈ એક બીજાની સંમતિ વિના પોતાનો ધર્મ બદલે, તો બીજી વ્યક્તિને તે વ્યક્તિને છૂટાછેડા આપવાનો અને ભરણપોષણ ભથ્થું લેવાનો સંપૂર્ણ અધિકાર રહેશે. અત્યાર સુધી જે રીતે જન્મ અને મૃત્યુની નોંધણી થતી હતી, તે જ પ્રક્રિયા અપનાવીને લગ્ન અને છૂટાછેડા બંનેની નોંધણી પણ થઈ શકે છે. આ નોંધણી વેબ પોર્ટલ દ્વારા પણ કરી શકાય છે.

1- લગ્ન સમયે પુરુષની ઉંમર 21 વર્ષ અને મહિલાની ઉંમર 18 વર્ષ છે. લગ્નની નોંધણી ફરજિયાત રહેશે. આમ ન કરવા પર 20 હજાર રૂપિયાનો દંડ પણ લાગશે.

2- લગ્નનો સમયગાળો એક વર્ષનો ન થાય ત્યાં સુધી કોઈ પણ પુરુષ કે મહિલા છૂટાછેડા માટે કોર્ટમાં નહીં જઈ શકે.

3. ધાર્મિક પ્રથાને ધ્યાનમાં લીધા વિના, છૂટાછેડા ફક્ત ન્યાયિક પ્રક્રિયા દ્વારા જ થઈ શકે છે.

4. કોઈ પણ વ્યક્તિને ફરીથી લગ્ન કરવાનો અધિકાર ત્યારે જ મળશે જ્યારે કોર્ટે છૂટાછેડા અંગે નિર્ણય લીધો હશે અને તે આદેશ સામે અપીલ કરવાનો કોઈ અધિકાર નથી.

5. કાયદા વિરુદ્ધ લગ્ન કરવાથી છ મહિનાની જેલની સજા અને 50,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. આ ઉપરાંત નિયમો વિરુદ્ધ છૂટાછેડા લેવામાં ત્રણ વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે.

6- બીજા લગ્ન પુરુષ અને સ્ત્રી વચ્ચે ત્યારે જ થઈ શકે છે જ્યારે કોઈ પણ પાર્ટનર જીવિત ન હોય.

7- જો લગ્ન દરમિયાન કોઈ મહિલા કે પુરુષના અન્ય કોઈ સાથે શારીરિક સંબંધ હોય તો તેને છૂટાછેડા માટેનું કારણ નહીં બનાવી શકાય.

8- જો કોઇએ નપુંસકતા કે જાણી જોઇને બદલો લેવા માટે લગ્ન કર્યા હોય તો તલાક માટે કોર્ટમાં જઇ શકે છે.

9- જો પુરુષે કોઈ મહિલા સાથે બળાત્કાર કર્યો હોય, અથવા તો મહિલા લગ્ન દરમિયાન કોઈ બીજા સાથે ગર્ભવતી થઈ ગઈ હોય, તો કોર્ટમાં છૂટાછેડા માટેની અરજી દાખલ કરી શકાય છે.

10- સંપત્તિને લઈને મહિલા અને પુરુષ વચ્ચે સમાન અધિકાર રહેશે. આમાં કોઈ ભેદભાવ નહીં રાખવામાં આવે.

Next Story