Connect Gujarat
દેશ

વીરપ્પનની પુત્રી વિદ્યા રાની લોકસભાની ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવશે, NTCની ટિકિટ પર કૃષ્ણાગિરી લોકસભા બેઠક પરથી લડશે ચૂંટણી

વીરપ્પનની પુત્રી વિદ્યા રાની લોકસભાની ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવશે, NTCની ટિકિટ પર કૃષ્ણાગિરી લોકસભા બેઠક પરથી લડશે ચૂંટણી
X

કુખ્યાત ચંદન ચોર વીરપ્પનની પુત્રી વિદ્યા રાની તામિલનાડુમાં 19 એપ્રિલે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવશે. તે તમિલ નેશનાલિસ્ટ પાર્ટી ઓફ નામ તમિઝાર કાચી (NTC)ની ટિકિટ પર કૃષ્ણાગિરી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. વ્યવસાયે વકીલ વિદ્યા રાની જુલાઈ 2020માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ હતી. અહીં તેમને તમિલનાડુ ભાજપ યુવા પાંખના ઉપાધ્યક્ષનું પદ મળ્યું, પરંતુ તાજેતરમાં જ તેઓ અભિનેતા-નિર્દેશક સીમનના નેતૃત્વમાં એનટીકેમાં જોડાયા હતા. ભાજપ છોડતાં જ તેમની ચૂંટણી લડવાની અટકળો વેગીલી બની હતી.

ચેન્નાઈમાં એક જાહેર સભામાં તમિલનાડુ અને પુડુચેરીમાં ચૂંટણી લડતા તમામ 40 ઉમેદવારોનો પરિચય કરાવતા સીમને કહ્યું કે વિદ્યા રાની કૃષ્ણગિરીથી NTK ઉમેદવાર હશે. NTKના 40 ઉમેદવારોમાંથી અડધા મહિલાઓ છે. પાર્ટીનું સંચાલન LTTE નેતા વેલુપિલ્લાઈ પ્રભાકરન કરે છે.વિદ્યા રાની, વ્યવસાયે વકીલ છે, કૃષ્ણાગિરીમાં બાળકોની શાળા ચલાવે છે અને શહેરમાં પાંચ વર્ષનો કાયદાનો કોર્સ કર્યો હોવાથી બેંગલુરુ સાથે તેના ગાઢ સંબંધો છે. અહીં તેના ઘણા મિત્રો પણ છે. જોકે તે તેના પિતા વીરપ્પનને માત્ર એક જ વાર મળી છે. વિદ્યા રાની કહે છે કે તેના પિતા વીરપ્પને તેના જીવનને નવી દિશા આપી. તેણી કહે છે કે તેણી જ્યારે ત્રીજા ધોરણમાં હતી ત્યારે તમિલનાડુ-કર્ણાટક સરહદ પર ગોપીનાથમમાં તેના દાદાના ઘરે તેણીના પિતાને પ્રથમ અને છેલ્લી વખત મળી હતી.

Next Story