ભારતના નવા વિદેશ સચિવ બન્યાં વિક્રમ મિસરી

વરિષ્ઠ રાજદ્વારી વિક્રમ મિસરીએ આજે​ ભારતના નવા વિદેશ સચિવ તરીકે કાર્યભાર સંભાળી લીધો છે. 1989 બેચના ભારતીય વિદેશ સેવા અધિકારી મિસરીએ વિનય ક્વાત્રાનું સ્થાન લીધું હતું.

સચિવ
New Update

વરિષ્ઠ રાજદ્વારી વિક્રમ મિસરીએ આજે​ ભારતના નવા વિદેશ સચિવ તરીકે કાર્યભાર સંભાળી લીધો છે. 1989 બેચના ભારતીય વિદેશ સેવા અધિકારી મિસરીએ વિનય ક્વાત્રાનું સ્થાન લીધું હતું.

7 નવેમ્બર 1964ના રોજ શ્રીનગરમાં જન્મેલા વિક્રમ મિસરીને ચીન બાબતોના નિષ્ણાત માનવામાં આવે છે. મિસરીએ એવા સમયે મહત્વપૂર્ણ પદ સંભાળ્યો છે

જ્યારે ભારત પૂર્વી લદ્દાખ સરહદ વિવાદને પગલે ચીન સાથેના તેના ખરાબ સંબંધો સહિત જુદી જુદી વિદેશ નીતિ સામેના પડકારોનો સામનો કરી રહ્યું છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ટ્વિટર પર જણાવ્યું હતું કે, "વિક્રમ મિસરીએ આજે​વિદેશ સચિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે.

 વિદેશ મંત્રાલયની ટીમ વિદેશ સચિવ મિસરીનું ઉષ્માભર્યું સ્વાગત કરે છે અને તેમને સફળ કાર્યકાળની શુભેચ્છા પાઠવે છે."

#વિક્રમ મિસરી #વિદેશ સચિવ #ભારત
Here are a few more articles:
Read the Next Article