મણિપુરમાં ફરી એકવાર હિંસા, નાગા સમુદાયના બે જૂથ વચ્ચે ફાયરિંગ

મણિપુરના ઉખરુલ જિલ્લામાં બુધવારે નાગા સમુદાયના બે જુથ વચ્ચે ફાયરિંગ થયુ હતું.જેમાં 3 લોકોના મોત થયા હતા 10થી વધુ ઘાયલ, વિસ્તારમાં પ્રતિબંધિત આદેશો લાગુ કર્યા

masnipur
New Update
મણિપુરના ઉખરુલ જિલ્લામાં બુધવારે નાગા સમુદાયના બે જુથ વચ્ચે ફાયરિંગ થયુ હતું. જેમાં 3 લોકોના મોત થયા હતા. 10થી વધુ ઘાયલ થયા છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023 ની કલમ 163 ની પેટા કલમ 1 હેઠળ આ વિસ્તારમાં પ્રતિબંધિત આદેશો લાગુ કર્યા છે.
આગામી આદેશો સુધી લોકોને ઘરની બહાર નીકળવાની મનાઈ છે.પોલીસે જણાવ્યું કે બંને જુથ નાગા સમુદાયના છે, પરંતુ હુનફૂન અને હાંગપુંગ નામના બે અલગ-અલગ ગામોના છે. બંને જુથ એક જ જમીન પર દાવો કરે છે. સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે વિવાદિત જમીનની સફાઈ અંગે બંને પક્ષો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. વિસ્તારમાં આસામ રાઈફલ્સ તહેનાત કરવામાં આવી છે.
#Manipur
Here are a few more articles:
Read the Next Article