Connect Gujarat
દેશ

મણિપુરમાં હિંસા યથાવત, રાજ્યના મોરેહમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની થઇ અથડામણ, એક જવાન શહીદ

મણિપુરમાં હિંસા યથાવત, રાજ્યના મોરેહમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની થઇ અથડામણ, એક જવાન શહીદ
X

મણિપુરમાં હિંસા યથાવત છે.આ દરમિયાન, રાજ્યના તેંગનોઉપલ જિલ્લાના મોરેહમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં વધુ એક જવાન શહીદ થયો છે. આ અગાઉ, એક સૈનિકના શહિદ થયાની પુષ્ટિ કરવામાં આવી હતી.

ન્યૂઝ એજન્સી પીટીઆઈએ અધિકારીઓને ટાંકીને કહ્યું કે શહીદ સુરક્ષાકર્મીઓની ઓળખ તખેલંબમ શૈલેશ્વર તરીકે થઈ છે. મણિપુર પોલીસે જણાવ્યું કે અગાઉ શહીદ થયેલા મૃતકની ઓળખ વાંગખેમ સોમરજીત તરીકે થઈ હતી, જે મોરેહમાં રાજ્ય પોલીસ કમાન્ડો તરીકે તૈનાત હતા.

સોમરજીત ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના માલોમનો રહેવાસી હતો. હકીકતમાં, બુધવારે મોરેહમાં શંકાસ્પદ કુકી આતંકવાદીઓએ સુરક્ષા દળોના એક વાહન પર હુમલો કર્યો હતો. ગોળીબારમાં (એન્કાઉન્ટર) ભારતીય રિઝર્વ બટાલિયન (IRB)ના બે જવાન ઘાયલ થયા હતા. એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટના બાદ મુખ્યમંત્રી સચિવાલયમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રી એન બિરેન સિંહ, મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.

Next Story