મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો માટે આજે 20 નવેમ્બર એટલે કે, બુધવારે એક જ તબક્કામાં મતદાન થશે. શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) વચ્ચેના ભાગલા પછી કુલ 158 પક્ષો ચૂંટણી મેદાનમાં છે. જેમાંથી 6 મોટી પાર્ટીઓ બે ગઠબંધનના ભાગરૂપે ચૂંટણી લડી રહી છે.શિંદે જૂથની શિવસેના અને અજિત પવારની NCP ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળના મહાગઠબંધનનો ભાગ છે.
જ્યારે કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) અને શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર) એટલે કે NCP (SP) મહાવિકાસ અઘાડીનો ભાગ છે.ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-શિવસેનાનું ગઠબંધન હતું. ત્યારે ભાજપે 105 અને શિવસેનાએ 56 બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસને 44 અને NCPને 54 બેઠકો મળી હતી. ભાજપ-શિવસેના સરળતાથી સત્તામાં આવી શક્યા હોત, પરંતુ ગઠબંધન તૂટી ગયું.