દેશના 6 રાજ્યોની 7 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી માટે મતદાન શરૂ
BY Connect Gujarat Desk5 Sep 2023 3:48 AM GMT

X
Connect Gujarat Desk5 Sep 2023 3:48 AM GMT
દેશના 6 રાજ્યોની 7 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. આ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, કેરળ, ઝારખંડ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે, જ્યાં 1-1 બેઠક પર ચૂંટણી યોજાઈ રહી છે, જ્યારે ત્રિપુરામાં બે બેઠકો પર મતદાન થશે.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશમાં ઘોસી, ઉત્તરાખંડમાં બાગેશ્વર, બંગાળમાં ધૂપગુરી, ઝારખંડમાં ડુમરી, કેરળમાં પુથુપલ્લી, ત્રિપુરામાં બોક્સાનગર અને ધાનપુર બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીના પરિણામો 8 સપ્ટેમ્બરે આવશે.
વર્તમાન ધારાસભ્યોના રાજીનામાના કારણે ઘોસી અને ધાનપુર બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે. વર્તમાન ધારાસભ્યના અવસાનને કારણે બાકીની પાંચ બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે.
Next Story