New Update
શુક્રવારે સાંજે ભારે વરસાદ વચ્ચે ઉજ્જૈનમાં મહાકાલ મંદિરના ગેટ નંબર ચાર પાસે દિવાલ ધરાશાયી થઈ હતી. કાટમાળ નીચે દબાઈ જવાથી બે લોકોના મોત થયા છે. જ્યારે, એક મહિલા અને 3 વર્ષની બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તેને ઈન્દોર રીફર કરવામાં આવ્યો છે.દુર્ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ સાથે રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
ભારે વરસાદ વચ્ચે રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. ઘાયલોને કાટમાળમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઉજ્જૈનના કલેક્ટર નીરજ કુમાર સિંહે કહ્યું કે SDM આ સમગ્ર મામલાની તપાસ કરશે.અકસ્માત થયો ત્યારે રાત્રે ભારે વરસાદ પડી રહ્યો હતો. પાણીના જોરદાર પ્રવાહને કારણે રિટેઈનિંગ વોલ ધરાશાયી થઈ હતી. તેની અસરથી નીચે દુકાન પર બેઠેલા ચાર લોકો દટાઈ ગયા હતા.
Latest Stories