અમે લોકશાહીના સૌથી મોટા તહેવાર માટે તૈયાર છીએ: પીએમ મોદી

New Update
લોકસભા ચૂંટણી પહેલા PM મોદીનો દેશવાસીઓને પત્ર, કહ્યું- અમારી સરકારનો એક દાયકો પૂરો થયો

ચૂંટણી પંચે આજે લોકસભા ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત કરી છે. આ વખતે 19 એપ્રિલથી 1 જૂન વચ્ચે સાત તબક્કામાં ચૂંટણી યોજાશે અને 4 જૂને મતગણતરી થશે. 18મી લોકસભાની રચના માટે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત સાથે જ દેશમાં તાત્કાલિક અસરથી આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પંચની આ જાહેરાતનું સ્વાગત કર્યું હતું અને કહ્યું હતું કે અમે ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ.PM મોદીએ ટ્વિટર પર લખ્યું, “લોકશાહીનો સૌથી મોટો તહેવાર આવી ગયો છે! ચૂંટણી પંચે 2024ની લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. અમે (BJP-NDA) ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. અમે તમામ ક્ષેત્રોમાં સુશાસન અને સર્વિસ ડિલિવરીના પોતાના ટ્રેક રેકોર્ડના આધારે લોકો સુધી જઈ રહ્યા છે. ચૂંટણીની જાહેરાત સાથે સરકાર હવે મતદારોના નિર્ણયને પ્રભાવિત કરી શકે તેવો કોઈ નીતિગત નિર્ણય લઈ શકશે નહીં.

Latest Stories