કોણ છે એ 7 મહિલાઓ જેને મળ્યું મોદી કેબિનેટમાં સ્થાન..?

આ વખતે મોદી કેબિનેટમાં 7 મહિલા મંત્રીઓને પણ સ્થાન મળ્યું છે. આ મહિલા મંત્રીઓમાં નિર્મલા સીતારમણ, અન્નપૂર્ણા દેવી, અનુપ્રિયા પટેલ, શોભા કરંદલાજે, રક્ષા ખડસે, સાવિત્રી ઠાકુર અને નીમુબેન બાંભણિયાનો સમાવેશ થાય છે..

author-image
By Connect Gujarat Desk
New Update
7 મહિલાઓ જેને મળ્યું મોદી કેબિનેટમાં સ્થાન

મોદી સરકાર 3.0નો શપથ ગ્રહણ સમારોહ 9 જૂને રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયો હતો. આ દરમિયાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા મોદી સહિત 72 મંત્રીઓએ મંત્રી પદના સપથ લીધા હતા આ વખતે મોદી કેબિનેટમાં 7 મહિલા મંત્રીઓને પણ સ્થાન મળ્યું છે. આ મહિલા મંત્રીઓમાં નિર્મલા સીતારમણ, અન્નપૂર્ણા દેવી, અનુપ્રિયા પટેલ, શોભા કરંદલાજે, રક્ષા ખડસે, સાવિત્રી ઠાકુર અને નીમુબેન બાંભણિયાનો સમાવેશ થાય છે..

નિર્મલા સીતારમણ

નિર્મલા સીતારમણ:-

નિર્મલા સીતારમણ 2006માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને 2010માં પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે નિયુક્ત થયા હતા. 2014માં સીતારમણને નરેન્દ્ર મોદીની કેબિનેટમાં આંધ્ર પ્રદેશમાંથી જુનિયર મંત્રી તરીકે સામેલ કરવામાં આવ્યા હતા અને આંધ્ર પ્રદેશમાંથી રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. નિર્મલા સીતારમણનો જન્મ 18 ઓગસ્ટ, 1959ના રોજ તમિલનાડુના મદુરાઈમાં થયો હતો.

નિમુબેન બાંભણિયા

નિમુબેન બાંભણિયા:-

નિમુબેન ગુજરાતના ભાવનગરના સાંસદ છે. લોકસભા ચૂંટણી લડતા પહેલા તેઓ મેયર હતા. ભાવનગરના તત્કાલિન સાંસદ ભારતીબેન શિયાળની ટિકિટ કાપીને તેમને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. તેમણે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાને સાડા ચાર લાખ મતોથી હરાવ્યા હતા. તે તપદા કોળી સમાજમાંથી આવે છે. નિમુબેન નો જન્મ 1966માં થયો હતો. તેમના પતિનું નામ જયંતિભાઈ બાંભણિયા છે….

અન્નપૂર્ણા દેવી

અન્નપૂર્ણા દેવી:-

ઝારખંડથી મોદી કેબિનેટમાં સ્થાન મેળવનાર અન્નપૂર્ણા દેવી બીજી વખત સાંસદ બન્યા છે. અગાઉ 2019 માં તેમણે કોડરમાથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. અગાઉ ભાજપે તેમને શિક્ષણ રાજ્યમંત્રી બનાવ્યા હતા. આ વખતે તેમણે બીજી વખત મંત્રી પદના શપથ લીધા છે. અન્નપૂર્ણા દેવીનું પૂરું નામ અન્નપૂર્ણા દેવી યાદવ છે. તે કોડરમા ઝારખંડથી લોકસભાના સભ્ય છે. આ પહેલા તે રાષ્ટ્રીય જનતા દળમાં હતા. પોતાના પતિના અવસાન પછી રાજનીતિમાં પ્રવેશ્યા અન્નપૂર્ણા દેવી

અનુપ્રિયા પટેલ

અનુપ્રિયા પટેલ:-

અનુપ્રિયા પટેલ ઉત્તર પ્રદેશના રાજકારણમાં એક યુવા મહિલા ચહેરો છે. તેણી તેના પિતા સોનેલાલની પાર્ટી અપના દળ (એસ)નું પ્રતિનિધિત્વ કરે છે. અનુપ્રિયા પટેલનો જન્મ 29 એપ્રિલ 1981ના રોજ કાનપુર, ઉત્તર પ્રદેશમાં થયો હતો.

શોભા કરંદલાજે

શોભા કરંલાજે:-

ત્રીજી વખત લોકસભા સાંસદ બનેલા શોભા કરંદલાજેને ફરી એકવાર મોદી કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે. શોભા મોદી સરકાર 2.0 માં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી હતા. 57 વર્ષની શોભાએ સોશિયલ વર્કમાં ગ્રેજ્યુએશન અને સોશિયોલોજીમાં MA કર્યું છે. શોભા કરંદલાજેની ગણતરી કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાની નજીકના લોકોમાં થાય છે. ભાજપ સાથે તેમનું જોડાણ લગભગ 25 વર્ષ જૂનું છે...

રક્ષા ખડસે

રક્ષા ખડસે:-

મોદી કેબિનેટમાં સામેલ થયેલી રક્ષા ખડસેએ B.Sc સુધી કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યો છે. 37 વર્ષીય રક્ષા ખડસે મહારાષ્ટ્ર ભાજપના વરિષ્ઠ નેતા એકનાથ ખડસેની વહુ છે. ખડસે 26 વર્ષની ઉંમરે પહેલીવાર સાંસદ બન્યા હતા. રક્ષાના પતિ નિખિલ ખડસેએ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી…

સાવિત્રી ઠાકુર

સાવિત્રી ઠાકુર:-

હવે ગૃહ અને કેન્દ્રીય કેબિનેટમાં મધ્યપ્રદેશના માલવા અને નિમાર પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરશે. 46 વર્ષીય સાવિત્રી ઠાકુર મધ્યપ્રદેશમાં ભાજપનો આદિવાસી ચહેરો છે, તેમણે પંચાયત ચૂંટણીથી લઈને સંસદ સુધીની સફર કરી છે. તે 2004 થી 2009 સુધી જિલ્લા પંચાયત રહી ચુકી છે. તે 2014માં પહેલીવાર સાંસદ બન્યા હતા અને હવે 2024માં ફરી એકવાર બીજેપીના સાંસદ બન્યા છે.

Latest Stories