/connect-gujarat/media/post_banners/5c48a61e04873f35a9383407a6b95857ac982eb9dd9dcf7b27dc119003b704ee.webp)
આજે 19મી નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત - ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાઈ રહી છે ત્યારે આ ઐતિહાસિક મેચને નિહાળવા પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના ડેપ્યૂટી પીએમ અને સંરક્ષણ મંત્રી રિચર્ડ માર્લ્સ સ્ટેડિયમ પહોંચ્યા છે. તમને જણાવી દઈએ કે, પ્રથમ બેટિંગ કરતા ભારતે ઓસ્ટ્રેલિયાને 241 રનનો ટાર્ગેટ આપ્યો છે.
ઓસ્ટ્રેલિયાના ડેપ્યૂટી પીએમ અને સંરક્ષણ મંત્રી રિચર્ડ માર્લ્સ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા, જ્યાં તેમનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ઓસ્ટ્રેલિયા ઈન ઈન્ડિયાના મુખ્ય કમિશનર ફિલીપ ગ્રીન, રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર, લો એન્ડ ઓર્ડરના ડીજી શમશેર સિંહ, ડિફેન્સ મંત્રાલયના એર વાઇસ માર્શલ એસ.શ્રીનિવાસન, મુખ્ય પ્રોટોકોલ ઓફિસર જ્વલંત ત્રિવેદી, કલેકટર પ્રવીણા ડી.કે. સહિતના વરિષ્ઠ અધિકારીઓએ ઓસ્ટ્રેલિયાના ડેપ્યૂટી પીએમનું સ્વાગત કર્યું હતું.