ટીવીનો લોકપ્રિય સિંગિંગ રિયાલીટી શો ઇન્ડિયન આઇડોલ 12 છેલ્લા ઘણા મહિનાઓથી વિવાદોમાં ચાલી રહ્યો છે, પરંતુ આ શોની લોકપ્રિયતા આજે પણ લોકોમાં યથાવત્ છે. આ શો હવે ગ્રાન્ડ ફિનાલે તરફ આગળ વધી રહ્યો છે. ફક્ત થોડા અઠવાડિયા બાકી છે અને લોકો તેના ભવ્ય અંતિમ એપિસોડની ચર્ચા કરી રહ્યાં છે.

‘ઇન્ડિયન આઇડોલ 12’ નવેમ્બર 2020માં શરૂ થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, આ સીઝનની અંતિમ એપિસોડ 15 ઓગસ્ટે આવશે. જોકે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ શો ઓગસ્ટમાં ઓફ એર થશે.

‘ઇન્ડિયન આઇડોલ 12’ છેલ્લા 7 મહિનાથી લોકોનું મનોરંજન કરે છે. શોના જજ હિમેશ રેશમિયા, નેહા કક્કર અને વિશાલ દાદલાની સહિત શોનો ભાગ બનનારા મહેમાનો શ્રોતાઓના દિલ જીતી રહ્યા છે. સ્પર્ધકો પવનદીપ રાજન અને અરૂનિતા કાંજીલાલ આ શોના સૌથી લોકપ્રિય અને ચર્ચિત સ્પર્ધક છે.

હિમાંશ રેશમિયા પવનદીપ અને અરૂનિતાના અવાજો સાથે પોતાની કંપોઝિશન વિશે ઘણો વિશ્વાસ છે. જો કે હિમેશ રેશમિયા અને અન્ય જજો પણ સવાઈ ભટ્ટની ગાયકીથી પ્રભાવિત થયા હતા. પરંતુ સવાઈ ભટ્ટ બે અઠવાડિયા પહેલા જ શોમાંથી બહાર થઈ ગયો હતો. આ માટે તેના ચાહકો અને પ્રેક્ષકોએ નિર્માતાઓ અને જજો પર પક્ષપાતનો આરોપ પણ લગાવ્યો હતો.